તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાગરાના કડોદરા નજીક બે બાઈક સામસામે અથડાયા, વેલ્સપન કંપનીના કામદારનું મોત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને ઇજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા
  • એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

વાગરના કડોદરા નજીક બે બાઈક સામસામે અથડાઇ હતી. જેમાં બેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર દહેજની વેલ્સપન કંપનીના બે કામદારો રવિવારે સવારે બાઇક ઉપર સવાર થઈ વાગરાના ત્રાંકલથી કંપની સ્થળે વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા ત્યારે કડોદરા પાસે બે બાઇકો સામ સામે અથડાઈ હતી.

દહેજની વેલસ્પન કંપનીના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાનાર હોઈ કર્મચારીઓ કંપની ખાતે જતા હતા જેમાં વાગરાના ત્રાન્કલ ગામના બે કર્મચારીઓ કલ્પેશ ગોહિલ તથા અરવિંદ સોલંકી બાઈક લઇ જઇ રહ્યા હતા દરમિયાન કડોદરા નજીક બે બાઈક સમ સામે અથડાતા અકસ્માત થયો હતો. ઘટનામાં બન્ને ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર વેળા કલ્પેશ ધનજીભાઈ ગોહિલનું મૃત્યુ નિપજતા સાથી કામદારો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધનજીભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...