તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વરના જીતાલી ગામે લીંમડાના ઝાડ નીચે આરામ કરતા આધેડ પર લક્ઝરી બસ ફરી વળી

ભરૂચ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 45 વર્ષીય આધેડનું ઘટના સ્થળે મોત
 • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાલ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે લીંબડાના ઝાડ આરામ કરતા આધેડ પર લક્ઝરી બસ ફરી વળતાં આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું, સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામના ટેકરી ફળિયામાં રહેતા 45 વર્ષીય રમેશ જાલમભાઈ વસાવા ગામની ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ પાસે લીંમડાના ઝાડ નીચે નીંદણ આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન લક્ઝરી બસ (નંબર-જી.જે 06. ઝેડ2383)ના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારતા લીંમડાના ઝાડ નીચે નિંદ્રાધીન રમેશ વસાવા ઉપર બસના ટાયર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 45 વર્ષીય રમેશ જાલમભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. સ્થાનિકો દ્વારા પોલીને જાણ કરતાં તુરંત પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે અંકલેશ્વરની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવની વિગતો અનુસાર દાહોદના રહીશ સિવિલ કોન્ટ્રાક્ટરના કામ કરતાં રાજેશ જેઠાભાઈ પલાસ ગત રાત્રે ઉમરવાડાથી કામ પતાવી એક્ટિવા પર ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન વાલિયા ચોકડીથી માનવ મંદિર જતા રોડ પર સ્ટેરીગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડમાં આવેલી વરસાદી કાંસમાં પટકાયા હતા જ્યાં તેમને મોઢામાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જે અંગે તેમના સંબંધી દિલીપ છત્રા બબેરીયાને જાણ થતા ઘટના સ્થળ દોડી આવી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી

બીજો બનાવ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે બન્યો હતો. હાંસોટ ના વિપુલભાઈ પટેલ ગત રોજ જીતાલી ગામ ખાતે પોતાની પ્રવાસએ લઇ ગયેલ લક્ઝરી બસ લઇ પરત આવ્યા હતા જ્યાં પંચાયત ફળીયામાં તેવો લક્ઝરી બસ વળાવી રહ્યા હતા તે દરમ્યાન ગ્રાઉન્ડ માં લીમડાના ઝાડ નીચે રમેશભાઈ જાલમભાઈ વસાવા સુતા હતા તે દરમિયાન તેમના પર લક્ઝરી બસ ચઢાવી દીધી હતી જ્યાં તેમનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો