તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લીધો, ઘટના સ્થળે બાઇક ચાલકનું મોત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રકે બાઇક સાથે ચાલકને અડફેટે લઈ ઘસડી ગયો

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસમાત થયો હતો. વાલિયા ગામના નલધરી ગામ નજીક આવેલા મંદિર પાસે સામેથી પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રક નંબર-જી.આર.વી.6640ના ચાલકે બાઇકને અડફેટે લઈ થોડે દુર સુધી ઘસડી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.

પરપ્રાંતીય યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત

મૂળ રાજસ્થાનનો અને હાલ વાલિયા ગામની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતો 27 પ્રકાશ ચતુર્ભુજ ગુર્જર પોતાની બાઈક નંબર-જી.જે.16.એ.ઇ.5439 લઈને અંકલેશ્વર ખાતે કામ અર્થે ગયો હતો. જે કામ પતાવી પરત વાલિયા આવી રહ્યો હતો. તે દરમિયાન વાલિયા ગામના નલધરી ગામ નજીક આવેલા મંદિર પાસે સામેથી પુરપાટ ઝડપે ઘસી આવેલ ટ્રક નંબર-જી.આર.વી.6640ના ચાલકે બાઇકને અડફેટે લઈ થોડે દુર સુધી ઘસડી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર આશાસ્પદ પરપ્રાંતીય યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...