અકસ્માતમાં મોત:અંકલેશ્વર-હાંસોટ હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, બાઈક ચાલકનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર સજોદ બસ સ્ટેન્ડ પાસે ઓ.એન.જી.સીની કેન્વેટ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના પિરામણ ગામની શ્યામનગર સોસાયટીમાં રહેતા અખ્તર હુસેન ઇબ્રાહિમ શેખ અંકલેશ્વર ઓ.એન.જી.સી.માં સત્ય ઓઇલ ફિલ્ડના કોન્ટ્રાક્ટમાં છેલ્લા 15 વર્ષથી કેન્વેટ ટ્રક નંબર-જી.જે.16.આર.6657 ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેઓ અન્ય કર્મચારીઓ સાથે ગતરોજ ઓલપાડ ગયા હતા. જ્યાંથી તેઓ પરત અંકલેશ્વર આવી રહ્યા હતા.

આ દરમિયાન અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર સજોદ બસ સ્ટેન્ડ પાસે સ્પીડ બ્રેકર નજીક વાહનો જણાતા હોર્ન માર્યો હતો તે વેળાએ બાઈક નંબર-એમ.પી.45.એમ.એચ.7828 સાથે ટ્રક અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર ત્યાગી રામતીર્થ દાસને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન મોદી અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...