તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 4ના રહીશો માટે સૌથી મોટી સમસ્યા ખુલ્લી ગટર લાઈનની છે. અહીં સોસાયટી વિસ્તારમાં રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટનું કામ ટિપટોપ કરી દેવાયું છે. પરંતુ સફાઈ મુદ્દે હજી પણ પરિસ્થિતિ એની એજ છે. આ વિસ્તારમાં આવતા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના ટેમ્પો અનિયમિત આવતા હોવાથી તેમજ સફાઈ કામદારો પણ ઓછા હોવાથી સફાઈની સમસ્યા રહે છે. સ્લમ વિસ્તારોમાં હજી પણ ખુલ્લી ગટરોના પ્રશ્નો હલ થયા નથી. સ્થાનિક લોકો કહે છે કે રોડ રસ્તા તો બન્યા છે પણ ખુલ્લી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય રહે છે. બાળકો માટે આ ખુલ્લી ગટરો જોખમી સાબિત થઈ શકે છે. જેથી ખુલ્લી ગટરોને બંધ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
બેઠકોના પ્રકાર
પ્રથમ બેઠક- અનુસૂચિત જાતિ- સ્ત્રી
બીજી બેઠક - સામાન્ય - સ્ત્રી
ત્રીજી બેઠક - સામાન્ય
ચોથી બેઠક - સામાન્ય
ડ્રેનેજ લાઈન માટે પાલિકાએ કરેલું ખોદકામ પુરવામાં આવે
અહીં અમે 15 વર્ષ કરતા વધુ સમયથી અયોદ્યાનગર વિસ્તારમાં વસવાટ કરીએ છીએ. અમારા વિસ્તારમાં પાલિકાએ ડ્રેનેજ લાઈન માટે જે ખોદકામ કર્યું છે તેનું વ્યવસ્થિત પુરાણ નહીં થતાં રસ્તા ઉપર ખાડા પડેલા કાયમ રહે છે. થોડા સમય પહેલાં જ રસ્તા બન્યા છે. અમારે ગટર લાઈનની જ એકમાત્ર સમસ્યા છે. - વાસંતીબેન મિસ્ત્રી, અયોધ્યાનગર
ખુલ્લી ગટરોથી મચ્છરોનો ત્રાસ આ વિસ્તારમાં બારેમાસ રહે છે
અમારા વિસ્તારમાં ગટર લાઈન ખુલ્લી હોવાના કારણે ગંદકી થાય છે. માત્ર એટલું જ નહીં પણ આ ખુલ્લી ગટરોના કારણે મચ્છરોનો ત્રાસ બારેમાસ રહે છે. અમારા બાળકો અહીં ખુલ્લામાં રમતા હોય છે જેથી ખુલ્લી ગટરોમાં પડવાનો ડર રહે છે. આ વિસ્તારની ખુલ્લી ગટરોને બંધ કરવી જોઈએ. - સુરેન્દ્રસિંહ ચૌહાણ, સોન તલાવડી વિસ્તાર
રસ્તાઓ ઉપર ગંદુ પાણી વહેતાં ગંદકીનું સામ્રાજ્ય
ડ્રેનેજ લાઈનની સુવિધા ન હોવાથી અમારા વિસ્તારમાં ચોમાસામાં ખુબ જ તકલીફ થાય છે. રસ્તા ઉપર દૂષિત પાણી વહેતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય કાયમ માટે રહે છે. જેથી અહીં ગટર લાઈન બનાવી વરસાદી પાણીના તેમજ ઘરવપરાશના પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી એમારી માંગણી છે. - સુનિલ વસાવા, સોનતલાવડી
અમારા વિસ્તારમાં પુરતા ફોર્સ સાથે પાણી મળતું નથી
અમારા વિસ્તારમાં વિકાસ તો થયો છે પણ ગટર લાઈનના કામ થયા નથી. જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી માંગણી છે. પાણી પણ પુરતા ફોર્સ સાથે આવતું નથી જે આપવું જોઈએ.સફાઈ કામદારો નિયમિત આવનતા નથી. - હેમાબેન પટેલ, અયોધ્યાનગર.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.