રાજકારણ:‘આદિવાસી ડોન’ ફેક આઇડીની 10 મહિનાથી તપાસ ન થતાં ફરી એક્ટિવ

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રજની વસાવાએ સ્પષ્ટતા કરવા ધારાસભ્ય છોટુ વસાવાને પત્ર લખ્યો
  • તો યુથ પાવર અને જાહેર જીવન છોડવા પણ તૈયારી : રજની

બીટીપીના તમામ સભ્ય પદો પરથી બરખાસ્ત થયેલ વાલિયા તાલુકા કારોબારી અધ્યક્ષ રાજુ વસાવા અને યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવાએ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાને પત્ર લખ્યો હતો. જેમાં વિવાદનું કારણ બનેલી ફેક યુઝર આઇ ડી ‘આદિવાસી ડોન’ વિશે 10 મહિના અગાઉ બીટીએસ અને યુથપાવરે કરેલી સંયુક્ત ફરિયાદની કોપીનું જોડાણ કર્યુ છે.

જોકે 10 મહિના પહેલા વાલિયા પીઆઇ, કલેક્ટર, પોલિસ વડા અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી હોવા છતા ફેક આઇડીના યોગ્ય તપાસ ન થઇ જેથી ફરી આ ફેક આઇડી એક્ટિવ થઇ છે. યુથ પાવરના રજની વસાવાએ ઉમેર્યુ હતુ કે, છોટુ વસાવાને પત્ર ફક્ત સ્પષ્ટતા માટે મોકલ્યો છે, ફરી બીટીપી કે બીટીએસમાં જોડોવાની ઇચ્છા નથી. યુથ પાવરે છોટુ વસાવાના નામનો દુરુપયોગ કર્યો હોય તો યુથ પાવર અને જાહેર જીવન છોડવા તૈયાર છુ.

માન ન જળવાય તે પાર્ટીમાં નહીં જોડાઇએ

જેમને લાગતુ હોય તે હું આગામી તાલુકા કે જિલ્લા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરવાનો હોવાથી યુથ પાવરના માધ્મથી સમાજની સેવા કરુ છું પણ તેમ નથી. હું પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવાનો નથી. જ્યા માન ન જળવાય તે પાર્ટીમાં ફરી જોડાવાનો કોઇ અર્થ નથી. અમે હવે BTP કે BTSમાં નહી જોડાઇએ. - રજની વસાવા, અધ્યક્ષ યુથ પાવર.

અન્ય સમાચારો પણ છે...