તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ચેક બાઉન્સ કેસમાં ટ્રાવેલ્સ માલિકને એક વર્ષ કેદની સજા

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલપંપ સંચાલકને 4.76 લાખનો ચેક આપ્યો હતો

ભરૂચની નર્મદા ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલીક સુનિલ કુમાર પટેલે ઈંટવાલા પેટ્રોલિયમના સંચાલકને આપેલો રૂા. 4.76 લાખનો ચેક બાઉન્સ થતાં ભરૂચના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે એક વર્ષ કેદની સજા ત્થા દંડ ફટકાર્યો હતો.

ભરૂચ ના શીવ કોમ્પલેક્ષ ખાતે નર્મદા ટૂર ટ્રાવેલ્સ ચલાવતા સુનિલ કુમાર એમ પટેલને ભરૂચના ઈંટવાલા પેટ્રોલિયમના માલીક સાજીદ ઈંટવાલા સાથે સંબંધ હોય ટ્રાવેલ્સની બધી ગાડીઓનું પેટ્રોલ ડીઝલ ઈંટવાલા પેટ્રોલિયમમાંથી ઉધાર પેટે ભરાતું હતું. પેટ્રોલપંપ સંચાલકોએ નાંણાની ઉઘરાણી કરતા સુનિલ કુમાર પટેલે રૂા. 4,76,136નો ચેક આપ્યો હતો જે ચેક બૅન્ક દ્રારા અપુરતા ભંડોળને કારણે બાઉન્સ થતાં અંગેનો કેસ ભરૂચના ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમા ચાલી જતા ફરીયાદ તરફે આઇ.જી.સૈયદ નાઓની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સુનિલ કુમાર પટેલને એક વર્ષની કેદ તથા રૂા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી હતી ઉપરાંત ફરીયાદી ને તેના ચેક ની મૂળ રકમ ચૂકવવા હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...