તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાકાળમાં બિઝનેસ ઠપ:એડવાન્સ ટેક્સના મુદ્દે ટ્રાવેલ્સ સંચાલકો RTO ખાતે વાહનો સરન્ડર કરવા પહોંચ્યાં

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માસિક એડવાન્સ ટેક્સ સ્થગિત કરવા માંગ

કોરોનાકાળમાં ઘણા બિઝનેશ ઠપ થઇ ગયા જ્યારે ઘણાને જોરદાર બુસ્ટ મળ્યો. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેશ ઠપ થઇ ગયો છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ ઘટડા ટ્રાવેલ્સ સંચાલકોને ફરી બિઝનેસ શરૂ થશેનો હાશકારો થયો હતો પરંતુ માર્ચના બીજા-ત્રીજા અઠવાડિયામાં કોરોના બેકાબૂ બનાતા ટ્રાવેલ્સ બિઝનેશ ઠપ થઇ ગયો છે. તેમ છતાં સરકાર દ્વારા બસ સંચાલકો પાસેથી એડવાન્સ ટેક્સ વસૂલાતા ટ્રાવેલ્સ સંચાલકો મંગળવારે ભરૂચ સ્થિત આરટીઓ કચેરી ખાતે પોતાના વાહનો સરન્ડર કરવા માટે પહોચી ગયા હતા.

સામાન્ય રીતે બસ સંચાલકો સરકારને દર મહિને વાહનની કેટેગરી મુજબ 1,800થી 53,200 સુધીના એડવાન્સ ટેક્સ ચુકવે છે જોકે હાલની પરિસ્થિતિએ બિઝનેશ ઠપ હોવાથી એડવાન્સ ટેક્સ ચુકવી શકે તેમ નથી તેથી મોટી સંખ્યામાં ભરૂચ સ્થિત આરટીઓ ખાતે ટ્રાવેલ્સ સંચાલકો એકત્ર થઇને સરકારને એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ આપે તેવી રજૂઆત કરી હતી.

આજે બપોર સુધીમાં ટ્રાવેલ્સ સંચાલકોના હિતમાં નિર્ણય લેવા માટે ખાતરી આપી છે
અગાઉ ટ્રાવેલ્સ સંચાલકોને ટેક્સ માફી આપી હતી. ટેક્સની વસૂલાત શરૂ કરી પરંતુ અમારો બિઝનેસ શરૂ થયો નથી. એડવાન્સ ટેક્સની ચુકવણી કરી શકે તેવી ટ્રાવેલ્સ સંચાલકોની ક્ષમતા નથી. અમારા વાહનોને નોન યુઝ જાહેર કરીને એડવાન્સ ટેક્સની વસૂલાત સ્થગિત કરવુ જોઇએ. બુધવાર બપોર સુધીમાં સરકાર ટ્રાવેલ્સ સંચાલકોના હિતમાં નિર્ણય કરે તેવી ખાતરી આપી છે. > જિજ્ઞેસ બહ્મભટ્ટ, પ્રમુખ, ટ્રાવેલ્સ એસોશિએસન, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો