તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારનો લોલીપોપ:ટ્રાવેલ્સ સંચાલકો માટે સર્ક્યુલર જાહેર જ ન કર્યો, હડતાળ સમેટી

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધરણાં વિખેરવા સરકારે એડવાન્સ ટેક્સ માફીની બાહંેધરી આપી હતી

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિવિધ આરટીઓ કચેરી ખાતે 30 એપ્રિલના રોજ ટ્રાવેલ્સ સંચાલકોએ એડવાન્સ ટેક્સ વસૂલાતના વિરોધમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. સરકાર સામેના આક્રોશને ડામવા માટે રાજ્ય સરકારે ટ્રાવેલ્સ સંચાલકોને 31 એપ્રિલ બપોર સુધીમાં મંત્રાલય તરફથી એડવાન્સ ટેક્સ વસૂલાત અંગે ટ્રાવેલ્સ સંચાલકોની માંગ સ્વિકારવા માટે બાહેદરીનો લોલીપોપ આપ્યો હતો. ત્રણ દિવસ થયા છતાં સરકારે એડવાન્સ ટેક્સ વસૂલાત અંગે કોઇ સર્ક્યુલર જાહેર ન કરતા ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી બની છે.

ભરૂચ ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યુ હતુ કે, બાહેદરી આપવા છતાં રાહત માટે કોઇ કાર્યવાહી કરાઇ નથી. પેનલ્ટી બચવા માટે આમતેમ કરીને ટેક્સ ભરવો પડ્યો છે. જોકે સરકારના વચનો પર હવે વિશ્વાસ ડગતો જાય છે. ધરણાં વિખેરવા માટે સરકારે બીજા દિવસે જ એડવાન્સ ટેક્સની માફીની જાહેરાત કરવા વચન આપ્યંુ હતંુ. ટ્રાવેલ્સ બિઝનેસ પર વધતા કોરોના સંક્રમણને કારણે ઠપ છે. અમારી માંગણી માત્ર એડવાન્સ ટેક્સની વસૂલાત ન કરવાની હતી તે પણ રાજ્ય સરકાર ન કરી શકી. મંગળવારે ભરૂચ સ્થિત આરટીઓ કચેરી પર ટ્રાવેલ્સ સંચાલકો એકત્ર થયા હતા. 100 રૂપિયાની પાવતી પર વાહનોને નોન યુઝ કરવા બાબત તેમજ વાહનો આરટીઓ ઓફિસમાં સરન્ડર કરવા માટે ભેગા થઇને આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો