તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:ભરૂચમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં સંચાલકોએ 30મીથી તેમના વાહનો આરટીઓ કચેરીમાં જ પાર્ક કરી દેવાની ચીમકી આપી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ફરતી ગાડીના ટેક્સ વસૂલે તો વાંધો નહીં

કોરોના વાયરસે ટ્રાવેલ્સ વ્યવસાયની કમર તોડી નાંખી છે. કોરોના કાળમાં મોટાભાગના ફરવા લાયક સ્થળો બંધ હોવાથી અનેક પ્રવાસો અને ટ્રીપો રદ કરવાની ટ્રાવેલ્સ સંચાલકોને ફરજ પડી છે. બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ગાડીઓના ટેક્સ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે સ્કૂલો શાળાઓ ફરી વખત બંધ થવાના વારો આવ્યો છે.

બીજી તરફ સરકાર દ્વારા ઊભેલી ગાડીઓના પણ ટેક્ષ એડવાન્સમાં લેવામાં આવી રહ્યો હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો દેવામાં ગરકાવ થઇ રહયાં છે. ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહ્યાં છે કે, સરકાર ફરતી ગાડીના ટેક્સ વસૂલે તો વાંધો નહીં. પરંતુ જ્યારે પ્રવાસો અને શાળા કોલેજ બંધ છે. ત્યારે કોઇપણ જાતનો ધંધો સંચાલકોને મળી રહ્યો નથી. જેના કારણે બસો બંધ પડી છે. બંધ બસોનો પણ ટેક્સ સરકાર લઇ રહી છે. ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ એસોસિએશને પોતાની ગાડીઓ તારીખ 30ના રોજ આરટીઓ કચેરીના પાર્કિંગ માજ પાર્ક કરી દેવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો