ભાસ્કર વિશેષ:ભરૂચ વન વિભાગની ઉતરાયણના તહેવારમાં દોરાથી ઘાયલ પક્ષીઓ બચાવવાની પ્રશિક્ષણ શિબિર યોજાઇ

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘવાયેલા પક્ષીઓને કેવી રીતે સારવાર આપવી તેની સમજણ આપી

ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત,આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા,ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યા હોય એમના માટે ભરૂચ વન વિભાગ દ્વારા બેઠક અને પ્રશિક્ષણ શિબિરનું રોટરી ક્લબ હોલ ખાતે આયોજન કર્યું હતું. જેમાં નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈની અધ્યક્ષતામાં અને વનવિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં રોટરી કલબ,બર્ડ રેસ્ક્યુઅર્સ, મનમૈત્રી સેવા સંસ્થા, એન. પી. સી. ટી. વગેરે સંસ્થાઓએ હાજરી આપી હતી.

બર્ડ રેસ્ક્યુઅર્સ ભરૂચના આકાશ પટેલે પક્ષીઓને બચાવવાની જરૂરિયાત,તેની પ્રાથમિક સારવાર અને વેટરનરી ટ્રીટમેન્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન કેમ કરવું તેને લગતું પ્રેઝન્ટેશન આપી તેમજ ટીમ સાથે ઘવાયેલા કબુતરને કેવી રીતે પકડવું તેનો પ્રેક્ટિકલ ડેમો સાથે લાવેલા કબુતરને લઈ સૌને સમજાવ્યો હતો.

મનમૈત્રી સેવા સંસ્થાના વેટરનરી ડોક્ટર જરૂરી દવાઓ અને પક્ષી હેન્ડલીગ સમજાવતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત રાજ્ય વ્યાપી પ્રસારિત વિડિઓ સૌને બતાવ્યો હતો. રોટરી કલબ ભરૂચના હાલના પ્રેસિડેન્ટ ડૉ.વિક્રમે સૌ સંસ્થાને હળીમળી પક્ષી બચાવવાની કામગીરી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...