તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાન:નંદેલાવમાં 4 કલાક વીજળી બંધ રહેતા લોકો ત્રાહિમામ

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3થી 4 કલાક સુધી પુરવઠો બંધ થતા લોકોને પરેશાન

શહેરના નંદેલાવ સહીતના વિસ્તારોમાં અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારમાં સવાર હોય કે રાત્રી કે ભર બોપોર ગમે ત્યારે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહે છે.જેના કારણે આ વિસ્તારના લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જો વીજ પુરવઠો બંધ થાય અને તેમના કંમ્પ્લેઇન ફોન ઉપર કોલ કરવામાં આવે તો તે સતત વ્યસ્ત બતાવે છે. અને જો સદનસીબે કોઈ ગ્રાહકનો ફોન લાગી તો લાઈનમાં ફોલ્ટ છે એવો એક જ જવાબ મળે છે.

જોકે વીજ કંપનીઓ દ્વારા ચોમાસાની શરૂઆત થતા પહેલા પણ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે આખો આખો દિવસ વીજ કાપ આપીને ફીડર સહિતની લાઈનોનું સમારકામ કરવામાં આવે છે. તેમ છતાંયએ કેટલાંક કિસ્સાઓમાં થોડો વરસાદ પડે કે તુરંત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. આ વિસ્તારમાં પાવરની વધઘટના કારણે વીજ ઉપકરણોને નુકશાન પહોંચતુ હોવાની બુમરાણ ઉઠી છે.આથી આ મામલે સત્વરે તપાસ કરાવી અવાર નવાર વીજ પુરવઠો ન ખોરવાય તેવી સુવિધા આપવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...