તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક જામ:ભરૂચનો પ્રવેશદ્વાર કસક ગરનાળુ પહોળું કરવા માટે નાળુ બંધ કરાતા શહેરના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝન અપાયેલા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર વાહનોની લાંબી કતારો સર્જાઈ
  • કસક ગરનાળું અવર-જવર માટે 15 દિવસ બંધ
  • કસકથી રેલવે સ્ટેશનનો માર્ગ સદંતર બંધ કરાયો
  • કોલેજ રોડે ટ્રાફિકજામ, માત્ર એક કિમીનો રસ્તો કાપવા વાહનચાલકોને પોણો કલાકનો વેડફાટ
  • જ્યોતિનગરથી​​​​​​​ ​​​​​​​ધર્મનગર થઇ ભૃગુઋષિ બ્રિજને જોડતાં માર્ગ પર પણ વાહન ચાલકોની લાંબી કતરો

ભરૂચનું કસક ગરનાળુ પહોંળું કરવા માટે 15 દિવસ સુધી ગરનાળા નીચેથી વાહનોને અવર-જવર બંધ કરવાનો હૂકમ કલેક્ટરે કર્યો છે. શહેરમાં આવતાં રોજના 15 હજારથી વધુ વાહનોને કસક સર્કલથી શિતલ સર્કલ થઇ કોલેજ રોડ પરથી ભૃગુઋષી બ્રીજ પર થઇને શક્તિનાથ સર્કલ તરફ ડાયવર્ટ કરાયાં હતાં. બુધવારે સવારે શિતલ સર્કલથી ભૃગુઋષી બ્રીજ સુધીના માર્ગ પર ટ્રાફિક જામ થતાં માત્ર એક કિમીનો રસ્તો ક્રોસ કરવા વાહનોને પોણો કલાકનો સમય લાગ્યો હતો.ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળાને પહોળો કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.

જેના પગલે ભરૂચ શહેરમાં આવતાં વાહનોને શિતલ સર્કલ થઇ કોલેજ રોડ પાસેના ભૃગુઋષી બ્રીજ પર થઇ શક્તિનાથ સર્કલ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યાં છે. જેના કારણે ભરૂચ શહેરમાં આવતાં-જતાં 15 હજારથી વધુ વાહન ચાલકો અટવાયાં હતાં. દરમિયાનમાં બુધવાર સવારે વાહનો કોલેજ રોડ પર ડાઇવર્ટ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. શિતલ સર્કલથી ભૃગુઋષી બ્રીજ સુધીના એક કિમીનો રસ્તો ક્રોસ કરવા માટે લોકોને પોણો કલાક ઉપરાંતનો સમય ટ્રાફિકમાં વેડફવો પડ્યો હતો.

દ્વિચક્રિય વાહન ચાલકો ઝરમરિયા વરસાદ વચ્ચે ટ્રાફિકમાંથી આગળ નિકળવા માટે રોડની સાઇડમાંથી પસાર થવાનો પ્રયાસ કરતાં કેટલાંય વાહન ચાલકો સ્લીપ થઇ જવાના પણ બનાવો બન્યાં હતાં. બીજી તરફ ઝાડેશ્વર રોડ પરથી આવતાં વાહનો ધર્મનગર થઇ કોલેજના પાછળના રસ્તેથી બ્રીજ સુધી આવતાં હોઇ ત્યાં પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. પહેલાં જ દિવસે વાહન ચાલકોને થયેલી મુશ્કેલીને લઇને કસક ગરનાળાને દિવસ દરમિયાન ખુલ્લુ રાખવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.

કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો

પૂર્વ અને પશ્ચિમ ભરૂચમાં અવરજવરના પ્રવેશ દ્વાર સમુ કસક ગરનાળુ બંધ થતા જ ડાયવર્ઝન અપાયેલા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર હજારો વાહનોનું ભારણ આવી ગયું હતું. જેના પગલે સવારથી જ કસક, કોલેજ રોડ ભોલાવ ફ્લાયઓવર, કલેક્ટર કચેરી રોડ ઉપર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી અને કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

ગણેશ વિસર્જન માટે જૂના ભરૂચ મંડળોને મુશ્કેલી
જૂના ભરૂચ વિસ્તારમાં આવેલાં વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરાઇ છે. ત્યારે 7માં અને 10માં દિવસે ગણેશ વિસર્જન માટે નિકળનારા મંડળો કસક ગરનાળામાંથી પસાર થઇ શકશે નહીં જેના પગલે તેમને અંદાજે ચાર કિમીનો ફેરાવો ફરવો પડશે.

ભરૂચના કસક ગરનાળાના કારણે ટ્રાફિકના છાસવારે સર્જાતા વિવાદ
ભરૂચના પ્રવેશદ્વારા સમાન કસક ગરનાળાની મરામતનો પ્રશ્ન આવ્યેથી દર વખતે વિવાદ સર્જાતો હોય છે. નાળું સાંકડું તેમજ નીચુ હોવાને કારણે પહેલાં જ મોટા વાહનોનો પ્રવેશ બંધ કરાયો છે. ત્યારે જ્યારે પણ તેના સમારકામ કે નવિનીકરણ માટેની કવાયત હાથ ધરાય ત્યારે ટ્રાફીકનો મસમોટો પ્રશ્ન સર્જાય છે.

ભૃગુઋષી બ્રિજ પર ટ્રાફિકથી વાહનોનું 5 ગણું ભારણ વધ્યું
શહેરમાં પ્રવેશ માટેના કસક ગરનાળામાં ભુતકાળમાં પેવરબ્લોક બેસાડ્યાં બાદ નાળું નીચું થઇ જતાં મોટા વાહનોને ભૃગુઋષી બ્રીજ પર ડાયવર્ટ કરાયાં હતાં.ત્યારે હવે પુન: નવીન કામગીરીના કારણે વાહનોને પણ ભૃગુઋષી બ્રીજ પર ડાયવર્ઝન આપવામાં આવતાં ભૃગુઋષી બ્રીજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...