તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Trailer Took A Terrifying Turn On The National Highway And Collided With An ST Bus, Coming Across CCTV Footage Of The Incident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના CCTV:નેશનલ હાઈવે પર ટ્રેલરે ભયજનક ટર્ન લીધો અને ST બસ સાથે ટક્કર થઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ભરૂચ14 દિવસ પહેલા
 • નવસારીથી ST બસ અંબાજી જઈ રહી હતી ત્યારે ખરોડ ચોકડીએ અકસ્માત સર્જાયો હતો

16 ફેબ્રુઆરીએ અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભયજનક રીતે ટ્રેલરે ટર્ન લીધો હતો અને હાઈવે પર ફૂલઝડપે આવતી બસ સાથે ટકરાયું હતું.

બસના 48 મુસાફરોના બચાવ થયો હતો
નવસારીથી એસ.ટી.બસ નંબર-જી.જે.18.ઝેડ.5815 મુસાફરીને લઈને બસ ચાલક અંબાજી જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક અંકલેશ્વર-સુરત ટ્રેક પરથી ઘસી આવેલા ટ્રેલર ચાલકે ખરોડ ચોકડી નજીક અચાનક યુ-ટર્ન લેતા એસ.ટી.બસ ટ્રેલર સાથે ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 48 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે અકસ્માતના બીજા દિવસે અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુ-ટર્ન લઈ રહેલા ટ્રેલર સાથે બસ અથડાતાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો