વાતાવરણ:આજે પવનની ગતિ 2 કિમી પ્રતિકલાક વધશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં વાતાવરણ ઠંડુ બનવાની શરૂઆત થઇ ગઇ છે. આજે પવનની ગતિ વધી શકે છે. ગુરૂવારે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી જે 2 કિલોમીટર પ્રતિકલાક વધીને 12 કિલોમીટર પ્રતિકલાક નોંધાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર અને મધ્ય ભારતમાંથી આવતા ઠંડા પવનોને કારણે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે.

ભરૂચ શહેરમાં બુધવારે ન્યુનતમ તાપમાન 16 ડિગ્રી સે. અને મહત્તમ 34 ડિગ્રી સે. નોંધાયુ હતુ. પવનની સરેરાશ ગતિ 10 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સે. અને લઘુત્તમ 17 ડિગ્રી સે. નોંધાઇ શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35થી 20 ટકા નોંધાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...