વાતાવરણ:આજે 30 ડિગ્રી સે.તાપમાન સાથે વાતાવરણ ખુલ્લું રહેશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના કેટલાક વિસ્તારમા હળ‌વા વરસાદી ઝાપટા

ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિવારે હળવા વરસાદી ઝાપડા નોંધાયા હતા. ભરૂચ શહેરમાં રવિવારે વાતાવરણ ખુલ્લુ રહે તેવી આગાહી હવામાન ‌વિભાગે કરી છે. ભરૂચ જિલ્લાભરમાં શનિવારે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાયા હતા. આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સે. નોંધાય તેવી શક્યતા છે. સાથે વાદળછાયા વાતાવરણને બદલે ખુલ્લુ વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભરૂચ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સે. અને લઘુત્તમ 26 ડિગ્રી સે. નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84થી 62 ટકા નોંધાયુ હતું . પવનની સરેરાશ ગતિ 16 કિલોમીટર પ્રતિકલાક નોંધાયો હતો. આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સે. અને લઘુત્તમ 23 ડિગ્રી સે. નોંધાય તેવી શક્યતા છે. વાતાવરણમાં ભેજ 84થી 56 ટકા નોંધાશે. પવનની ગતિ 16 કિમીની નોંધાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...