ચૂંટણી 2022:સાત બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા આવશે : ચુસ્ત બંદોબસ્ત ખડકાશે

ભરૂચ અને નર્મદાની સાત વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો માટે અત્યાર સુધી 82 જેટલા ફોર્મ ભરાયાં છે. આજે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરી દેશે. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, નાંદોદ, ઝઘડીયા અને ડેડીયાપાડા વિધાનસભા બેઠકો માટે તારીખ 5મીના રોજ જાહેરનામુ બહાર પડાયું હતું. 5મી તારીખથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચની પાંચ બેઠકો માટે અત્યાર સુધીમાં 82 ઉમેદવારીપત્રો ભરાયાં છે.

મુખ્ય રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભાજપના વાગરા, જંબુસર અને અંકલેશ્વરના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભરી દીધાં છે જયારે ભરૂચ અને ઝઘડીયાના ઉમેદવારો આજે ઉમેદવારીપત્રો ભરશે. કોંગ્રેસના તમામ ઉમેદવારો આજે ઉમેદવારીપત્રો ભરશે. ભરૂચ અને વાગરા બેઠકના ઉમેદવારીપત્રો ભરૂચ કલેકટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે જયારે અન્ય બેઠકોના ઉમેદવારીપત્રો ત્યાંની સ્થાનિક કચેરીએ લેવામાં આવશે.નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક માટે અપક્ષ હર્ષદ વસાવાએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે

જયારે અન્ય ઉમેદવારો આજે તેમની ઉમેદવારી નોંધાવશે. ડેડીયાપાડા બેઠક માટે હજી સુધી એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. આજે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ છે અને ત્યારબાદ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને 17મી સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહયું છે. હવે રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને પોતાની તરફે કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.

અન્ય સમાચારો પણ છે...