તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરી દેવો ભવ:આજે દિવાળી : કોરોનામાં ધુમાડાથી બચવા નાસ લો,મીઠાના ગરમ પાણીના કોગળા કરો

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહેતા પરિવારે ધનતેરસે દીકરીનું પૂજા કરી હતી. - Divya Bhaskar
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહેતા પરિવારે ધનતેરસે દીકરીનું પૂજા કરી હતી.
 • ભરૂચના પરિવારે ધનતેેરસના દિવસે દીકરીની પૂજા કરી
 • ઇન્ફેક્શન સ્પેશિયાલિસટ ડો. હિતેન કારેલીયાના મતે પ્રદૂષણથી દૂર રહેવુ હિતાવહ

જિલ્લાભરમાં આજે દિવાળી ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છે.દિવાળીમાં ફટાકડાના ધૂમાડાથી કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. ડો. હિતેન કારેલીયાએ કહ્યુ કે, ફટાકડાના ધૂમાડાને કારણે શ્વાસનળીમાં સોજો આવવાથી સંક્રમણ ઝડપી થશે પણ તેેમાંથી બચવા માટે ધૂમાડાના સંપર્કમાં આવ્યા બાદ નાસ લેવો કે મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવાથી શ્વાસનળીનો સોજો મટી શકે છે. ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણ ઝડપી બની શકે છે.

ધનતેરસના દિવસે જિલ્લાના માર્કેટોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. માર્કેટમાં તેજી આવવાથી વેપારીઓમાં ખુશીઓનો માહોલ છે. જિલ્લાના જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર 17 નવેમ્બર સુધી પ્રતિબંધ છે. તેથી લોકો ખુલ્લા મેદાન કે કોમન પ્લોટમાં ભીડ કરે તેવી શક્યતાઓ છે. તેરસ આ દિવસે લોકોમાં લક્ષ્મીજીની અને ધનની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે.પરંતુ ભરૂચ શહેરના રહીશ અમિત ચાવડાએ દર વર્ષે ધનતેરસના દિવસે પોતાની 13 વર્ષીય પુત્રી પલની લક્ષ્મીરૂપ માનીને તેનું પૂજન અર્ચન કરીને અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરે છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,મારી પાસે કઈ ન હતું,પરંતુ મારા ઘરે લક્ષ્મીરૂપી પુત્રીનો જન્મ થયો અને મારા જીવન બદલાઈ ગયું હતું. તેના નામ ઉપરથી મેં શરૂ કરેલો ધંધો ટ્રાન્સપોર્ટના ધંધામાં આજે હું 15 થી 20 ટ્રકનો માલિક બની ગયો છે.એટલે મારી મારી પુત્રી મારા માટે લક્ષ્મીજીના સમાન છે.દર વર્ષે હું ધન તેરસના રોજ તેના ચરણ સ્વચ્છ કરી તેના કપાળે કુમકુમ તિલક કરી ધનતેરસના પર્વની ઉજવણી કરું છું.હું દરેક માતા-પિતાઓને પણ એજ કહેવા માંગુ છું કે દીકરી એજ આપની ખરી લક્ષ્મી છે તેની પૂજા કરીને સાચે જ સ્વયંમ લક્ષ્મીજી આપના પર પ્રસન્ન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો