તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનું ગ્રહણ:આજે અખાત્રીજ હોવા છતાં ખૂબ સાદાઈથી અને ખૂબ ઓછા લગ્ન સહિતના શુભ પ્રસંગો યોજાયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંશિક બંધના પગલે જવેલર્સની દુકાનો પણ બંધ

ભરૂચ પંથકમાં અખાત્રીજ જેવા શુભ મુર્હતમાં ખૂબ ઓછા લગ્ન પ્રસંગો ખૂબ સાદગીમાં યોજાયા હતાં. આંશિક બંધમાં જવેલર્સના શો રૂમ બંધ હોવાના પગલે લોકોને સોનુ કે ચાંદી ખરીદવી હોય તો પણ ખરીદી શક્યા નથી.

અખાત્રીજના શુભ દિવસે આમ તો મુર્હત જોયા વગર નવા ધંધા રોજગારની શરૂઆત કરી શકાય છે. પણ કોરોના મહામારીના પગલે આંશિક બંધ હોવાથી નવા ધંધા રોજગાર શરૂ થયા નથી. આ ઉપરાંત દરેક માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે તેમના સંતાનોના લગ્ન પ્રસંગ અખાત્રીજના દિવસે યોજાય અને આજે થોડી ઘણી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાયા પણ ખરા.

ભરૂચના ક્લામંદિર જવેલર્સના મેનેજર જીનેશ દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે દર વર્ષે અખાત્રીજના દિવસે તેઓના શો-રૂમ ખાતેથી 3 કિલોથી વધુ એટલે અંદાજીત 1.5 થી 2 કરોડ રૂ. ના સોનાના દાગીના તથા બિસ્કિટનું વેચાણ થતું હોય છે. જે ચાલુ વર્ષે સંપૂર્ણ બંધ રહ્યું છે. આ ઉપરાંત જવેલર્સને ત્યાં કામ કરતા અનેક સેલ્સમેનને પણ બંધના કારણે ઘણી તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...