ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હિલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ 14 જાન્યુઆરીએ સિટી બસમાં શનિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે.
ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ પેહલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.