તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વિધવાના પતિની આત્માને મોક્ષ મેળવી આપવા તેની પાસેથી રૂ. 33 લાખ પડાવ્યાં

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહિલાની એકલતાનો લાભ લઇને ઈસમે તેની સાથે બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા

ભરૂચ શહેરમાં સિવિલ રોડ વિસ્તારમાં એક વિધવા તેની દીકરી સાથે રહે છે. જયારે આરોપી ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની અને તેની મિત્ર ડીમ્પલ વિક્રમસિંહ કુંપાવતનાઓ વિધવા મહિલાના સંપર્કમાં આવ્યા હતા. બંનેયે વિધવાની એકલતાનો લાભ ઉઠાવી અવાર-નવાર તેના ઘરે આવીને વિશ્વાસ કેળવ્યો હતો.વિધવાનો પતિ રેલ્વેમાં નોકરી કરતો હતો.જેથી તેની પાસે તેના રૂપિયા હોવાની માહિતી બંનેય આરોપીઓને હતી. વિધવાને તેનો પતિનું મરણ અને સગા વ્હાલાઓ પણ ગુજરી ગયા હોવાનું જણાવી તેમના આત્માને મોક્ષ આપવવા વિધિ કરવા જણાવી વિશ્વાસમાં લીધી હતી.

જેથી આરોપી રોની તેના ઘરમાં ધૂપબત્તી કરીને વિધિ કરવાના ઢોંગ પણ કરતો હતો.એક દિવસ તેણે વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફી પીણું પિવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો.બંનેય આરોપીઓએ વિધવાને વિધિના બહાને દમણ લઈ જઈને ત્યાં પણ કેફી પીણું પિવાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

વધુમાં આરોપીએ વિધવાના પતિના નામે ટ્રસ્ટ બનાવાના બહાને ચેક અને કેસ મેળવી કુલ રૂ.33,34,896 ની છેતરપિંડી કરી હતી.સદર મામલે વિધવાને ભાન થતા તેણે બંનેય આરોપીઓ વિરુધ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોનીને ઝડપી પાડીને અન્ય યુવતીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો