વર્તમાન પરિસ્થિતિમાં વરસાદ મોડો ખેંચાતા અને ન વરસતાં ધરતીપુત્રોની હાલત કફોડી બની રહી છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ પાકોની વાવણી કરી દીધી છે અને મેઘરાજા રિસાતા ખેતરો ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. જેથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જેથી આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા આજે ભરૂચ જિલ્લા સમહર્તાને વિજળીના મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતા હાલ જેમ તેમ તાઉ તે વાવાઝોડાંના મારમાંથી બેઠા થયા છે. ત્યારે વરસાદ ના આવતા તેઓના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. જેથી આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા આજે ભરૂચ જિલ્લા સમહર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનમાં જણાવ્યા અનુસસર ખેડૂતોને હાલમાં ખેતીમાં જે વીજળી આપવામાં આવે છે તેમાં ચાર કલાકનો વધારો કરવામાં આવે જેથી તેઓ ખેતરમાં વધુ પાણી છોડી શકે અને ખેડૂતોનો પાક બચી શકે. જૂનના પ્રારંભે વહેલું ચોમાસુ બેસી જવા સાથે ખેતીલાયક વરસાદથી ખુશખુશાલ થઈ જગતના તાતે વાવણી કરી દીધી હતી. હવે છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાઈ જતા બિયારણ અને પાક નિષ્ફળ જવાની ચિંતાજનક પરિસ્થિતિનું સર્જન થતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. અંકલેશ્વર તાલુકામાં પણ ખેડૂતોએ ડાંગર, શાકભાજી, કપાસ સહિતના પાકોની વાવણી કરી દીધી હતી. હવે મેઘરાજા જ રિસાઈ જતા પાક બળી જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. એક સપ્તાહની અંદર મેઘમહેર નહીં વરસે તો ખેડૂતની મહેનત, બિયારણ, ખાતરનો ખર્ચ અને મજૂરી એળે જતા પાયમાલી સર્જાશે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.