યુવાનો ડૂબ્યાં:ભરૂચ નજીક નર્મદા નદીમાં નહાવા પડેલા કાસિયા ગામના ત્રણ યુવાનો ડૂબ્યાં, એકને બચાવી લેવાયો

ભરૂચ8 મહિનો પહેલા
  • એકનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ જારી
  • ફાયર વિભાગની ટીમ તથા તરવૈયાઓઓની કામગીગી ચાલુ

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો લાપતા બન્યા છે. કાશીયા ગામના ત્રણ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા બે તણાયા એકનો બચાવ થયો છે. એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. ડીજીવીસીએલ દ્વારા ટાવર ઉભો કરવા નર્મદા નદી પર ઉભા કરેલા પારા પાસે બની ઘટના હતી.

અંકલેશ્વરના નવા કાંસિયા ગામના રિતેશ વસાવા, 20 વર્ષીય કલ્પેશ કિશન વસાવા અને 22 વર્ષીય સુરેશ અરવિંદ વસાવા કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં હાલ જેટકો કંપની દ્વારા ટાવર ઉભો કરવા માટે નદી પર બનાવેલા પારા નજીક ન્હાવા પડ્યા હતા. જેમાં ત્રણે નર્મદાના પ્રવાહમાં તણાતાં બુમાબુમ કરી હતી. અન્ય લોકોએ તેમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવતા રિતેશ વાસવાનો બચાવ થયો હતો. જ્યારે કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા તેમની નજર સામે જ પાણીમાં ગરક થઈ ગયા હતા.

આ અંગે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા તેમની ટીમે દોડી આવી બન્ને લાપતા યુવાનોની શોધખોળ આરંભી હતી. દરમિયાન કલ્પેશ વસાવાનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું જયારે અન્ય એક યુવાન સુરેશ વસાવાનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી. જેને નાવિકો તમેજ ફાયર ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી છે. ઘટનાના પગલે સ્થળ પર લોકટોળા જામ્યા હતા.મૃતદેહ પીએમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો. ગામના બે-બે યુવાન ડૂબી જતા પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

નર્મદા નદીમાં ધુળેટીના દિવસે ઝગડિયા નજીક એક યુવાન ડૂબી ગયાને 24 કલાકનો સમય નથી વીત્યો ત્યાં જ ભરૂચ નજીક અંકલેશ્વર તરફના છેડે આજે બપોરે નાવા પડેલા ત્રણ યુવાનો નદીના વહેણમાં તણાયા હતા. જોકે, ત્રણ પૈકી એક યુવાન બચી ગયો છે, જ્યારે શોધખોળ દરમિયાન એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે એક યુવક હજુ લાપતા છે.

અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના આ ત્રણ યુવાનો પાણીમાં તણાયા હતા. જેમાં એક યુવાનને બચાવી લેવાયો હતો, જ્યારે બે યુવાનો લાપતા બન્યા હતાં જેમાં ફાયર વિભાગની ટીમની શોધખોળમાં લાપતા બનેલા બે યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે નદીમાં નહાવા પાડનાર કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આ વર્ષે જિલ્લામાં નદીમાં ડૂબી જવાની બે ઘટનામાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો છે.

ઝઘડિયા પાસે નર્મદામાં ડૂબતા રાણીપુરા ગામના યુવકનું મોત
ઝઘડિયાના રાણીપુરા ગામનો દર્પણ પટેલ મિત્રો સાથે માધીયાની નહેરવાળા નર્મદાના પટમાં ન્હાવા માટે ગયો હતો. ન્હાવા માટે પડતા માધીયાની નહેરથી કબીરવડના નર્મદાના પટમાં ગેરકાયદે બનાવેલા પુલીયા નજીક ઉંડો ખાડોમાં ડુબી ગયો હતો. તેની સાથેના મિત્રોએ તેની શોધખોળ કરી હતી પરંતુ મળ્યો ન હતો. ત્યાં અન્ય લોકો પૈકી એક ઇસમના પગમાં નીચે કે કાઇ હોવાનું લાગતાં શોધખોળ હાથ ધરી હતી જેમાં દર્પણ પટેલ ની લાશ મળી આવી હતી.

ધૂળેટીએ કૂતરાને રંગ લગાવવા મુદ્દે યુવકને મોતને ઘાટ ઉતાર્યો
સેંગપુર ગામેના ખાડી ફળિયામાં રહેતા યુવાન દીલીપ ઉર્ફે ગોમાન વસાવાએ સંગીતાબેન વસાવાના કૂતરાને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે અંગે ઝઘડો થયા બાદ સંગીતાબેને પિયરથી તેના ભાઇઓ સાથે 9 લોકોને બોલાવ્યા હતા. સોમવારે મોડી સાંજે આઠેય ઝઘડો કરી દીલીપ ઉર્ફે ગોમાનને ગાળો આપી આરોપી સંજયે લાકડુ મરનારના માથામાં મારી દેતા દિલીપનું મૃત્યુ થયું હતું. પોલીસે FSL સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...