તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસની અસર:જંબુસરના વેડચ ખાતે ગટર સાફ કરતા ત્રણ કર્મચારીઓને ગેસની અસર, બે કામદારોના ઘટનાસ્થળે જ મોત

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેડચ ખાતે ગટર સાફ કરવા ગયેલ ત્રણ કામદારોને ગેસની અસર
 • બે વ્યક્તિઓના મોત નીપજ્યા,એકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

જંબુસરના વેડચ ખાતે ગટર સાફ કરવા ગયેલ ત્રણ કામદારોને ગેસની અસર થઇ હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે એકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જંબુસરના વેડચ ગામ ખાતે આજરોજ સવારના અરસામાં ગટર લાઈન સાફ કરવા માટે ત્રણ જેટલા કામદારો ઉતર્યા હતા. આ કામદારોને ગેસની અસર થવા પામી હતી. આ ત્રણ કામદારો પૈકી બે કામદારોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક કામદારને અસરના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ વેડચ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો