કારનો કચ્ચરઘાણ વળી ગયો:હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લરનો ઓર્ડર પતાવી પરત સુરત જતી કારનો અકસ્માત, ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામેના વાહને હેડલાઇટ ઓન કરતાં મહિલા કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
  • કાર માર્ગની બાજુમાં ધડાકાભેર ઉતરી જતાં ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી

હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેના વાહને હેડલાઇટ ઓન કરતાં મહિલા કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર માર્ગની બાજુમાં ધડાકાભેર ઉતરી જતા ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી.

મૂળ હાંસોટના ઇલાવ ગામના અને સુરત ખાતે સાસરીમાં રહેતા મીનાબેન સમીર પટેલ બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે સોમવારે અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર હોવાથી અન્ય બે યુવતીઓ સાથે આવ્યા હતા. જેઓ ઓર્ડર પતાવી મધરાતે ઇલાવ થઇ સુરત જવા માટે પોતાની કાર નંબર-જી.જે.05.આર.એચ.4937 લઇ નીકળ્યા હતા. તે દરમિયાન હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા વાહન ચાલકે હેડ લાઈટ ઓન કરતા મહિલા કાર ચાલક મીનાબેન પટેલે સ્ટિયરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો.

ચાલકે કાબૂ ગુમાવતાં કાર ધડાકારભેર માર્ગની બાજુમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હાંસોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...