તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચોરી:ભરૂચ જિલ્લાના અલગ અલગ ત્રણ પોલીસ મથકની હદમાંથી ત્રણ વાહનની ચોરી થતા ચકચાર મચી

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વાહન ચોરીના બનાવો વધતા પોલીસ સતર્ક થઇ

ભરૂચના રેલવે પોલીસ ક્વાટર્સ નજીક આવેલ વસિલા સોસાયટીમાં રહેતા રમેશ ચૌધરી ભરૂચ પોલીસમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓએ પોતાની બાઇક નંબર-જી.જે.08.સી.એફ.0578 ગત તારીખ-6 એપ્રિલના રોજ રેલવે પોલીસ ક્વાટર્સ નજીક આવેલ વસિલા સોસાયટીની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની રૂપિયા 75 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

તેમજ અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા શારદા વસાવાએ તેઓની એક્ટિવા નંબર-જી.જે.16.ડી.એ.1372 લઈ તેઓના માંડવા ગામના મોદી ફળિયામાં આવેલ ઘર બહાર પાર્ક કર્યું હતું. તે દરમિયાન વાહન ચોરો તેઓની રૂ.55 હજારની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે ભરૂચના નેશનલ હાઇવે પર આવેલ અતિથિ હોટલ પાછળ આવેલ શિલ્પી રેસિડેન્સીમાં રહેતા જગદીશ સોલંકીએ પોતાની બાઇક નંબર-જી.જે.11.એ.પી.0958 નર્મદા ચોકડી સ્થિત નર્મદા બસ સ્ટેન્ડ પાછળ પાર્ક કર્યું હતું. તે દરમિયાન તેઓની રૂ.20 હજારની બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ત્રણેય બાઇક ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો