70 ટન એલ્યુમિનિયમ બારોબાર વેંચી નાખ્યું:છતીસગઢથી વડોદરા, ગાંધીનગર અને સેલવાસ માટે નીકળેલી ત્રણ ટ્રક હાંસોટ પહોંચી ગઈ, 5 શખ્સોએ મળી 1.61 કરોડની ઠગાઈ કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાન્સપોર્ટેશનમાં ઠગાઈનો ચોંકાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. કામરેજમાં ટ્રાન્સપોર્ટના માલિકે રાયપુરથી ₹1.61 કરોડનો એલ્યુમિનિયમનો જથ્થો ત્રણ ભાડાની ટ્રકમાં ભરાવી હાંસોટની કંપનીના માલિકને વેચી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી ઇનલેન્ડ વૅલ્ડ લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટના ટ્રાફિક મેનેજર મુકેશ રાઠોડને ગત 22 ડિસેમ્બરે સુરતથી એક કોલ આવ્યો હતો.કામરેજ જયલક્ષ્મી રોડ કરિયરના મૂળ મુંબઈના નિર્ભય ઠક્કરે કોલ કરી તેની ત્રણ ટ્રકો છત્તીસગઢના બિલાસપુરમાં ખાલી થઈ રહી હોવાનું કહ્યું હતું. ગુજરાત માટે માલ મોકલવાનો હોય તો ટ્રાફિક મેનેજરને જાણ કરવા કહેતા રાયપુરની ભારત એલ્યુમિનિયમ કંપનીનો 70 ટન માલ ત્રણ ટ્રકમાં પાદરા, કલોલ અને સેલવાસની કંપનીઓમાં મોકલવા ભરાવાયો હતો.ઉત્તરપ્રદેશના ત્રણ ડ્રાઈવર ધર્મેન્દ્ર રોહિત, કમલેશ વિજય અને સુધીર કેશવપ્રસાદ ત્રણેય ટ્રકમાં ₹1.61 કરોડનો એલ્યુમિનિયમનો માલ લઈ નીકળ્યા હતા.દરમિયાન રાયપુર લોજેસ્ટિકના ટ્રાફિક મેનેજર ત્રણેય ડ્રાઈવર તેમજ કામરેજના ટ્રાન્સપોર્ટરના સંપર્કમાં હતા. 26 ડિસેમ્બરે તમામના મોબાઈલ નંબર બંધ થઈ જતા ટ્રાફિક મેનેજરે ટ્રકની આર.સી.બુક પરથી ચેક કરતા આ ટ્રકો ભુજના રીતેશ રબારીની હોવાનું ખુલ્યું હતું. જેને કોલ કરતા તેમની ટ્રકો થાણેના નિર્ભય ઠક્કરે ભાડે લીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ટ્રકો ઉપર લાગેલા GPS થી તપાસ કરતા ત્રણેય ટ્રક હાંસોટના ખરચ ગામે આવેલા નેશનલ એકસ્ટુઝન કંપનીમાં ખાલી થઈ હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પર આવી તપાસ કરતા ભારત એલ્યુમિનિયમનો જથ્થો મળી આવ્યો હતો. જે હાંસોટની કંપનીના મનીષ માતરીયાએ ખરીદ્યો હતો. હાંસોટ પોલીસ મથકે રાયપુરના ટ્રાફિક મેનેજરે પાંચેય ભેજાબાજો સામે રૂપિયા 1.61 કરોડની છતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...