ઉઠાંતરી કરી તસ્કરો ભાગ્યાં:નહારના રૂપેશ્વર મંદિરમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયાં

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનપેટીની ઉઠાંતરી કરી તસ્કરો ભાગ્યાં હતા
  • કાવી પોલીસની નાકાબંધીમાં ત્રણેય સકંજામાં

જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલ નહાર ગામ પાસે રૂપેશ્વર મહાદેવ મંદિરે ચોરી કરી ભાગવા જતા પોલીસના રંગે હાથ ત્રણ ચોરો ઝડપાઈ ગયા.

કાવી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના નહાર ગામ પાસે આવેલ રૂપેશ્વર મહાદેવ મંદિરમાં પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બળવંત સોલંકી, પરેશ સોલંકી અને જયેશ સોલંકી નાઓએ મંદિરમાં લોખંડનો જાડીવારો દરવાજાની આંગળીઓ તોડી અંદર પ્રવેશ કરી દાન પેટીમાં મુકેલા આશરે 8 હજાર થી 10 હજાર જેટલા રૂપિયા ની ચોરી કરી તેઓના પાસેના છોટાહાથી ટેમ્પો જેનો આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર નહતો જેમાં લઈને નાસી જતા હતા ત્યારે કાવી પોલીસની નાકાબંધી દરમિયાન ઉપરોક્ત ત્રણ ચોરો મંદિરની દાન પેટી સાથે ઝડપાઈ ગયા હતા.

આ બાબત અંગેની ફરિયાદ રૂપેશ્વર મહાદેવ મંદિરના મહંત ઓમકાર ગીરી ગોવિંદાનંદગીરી ના ઓએ કાવી પોલીસમાં ફરિયાદ આપતા કાવી પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...