ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલી રંગ પ્લેટેનિયમ સોસાયટી ખાતે રહેતાં ગુરમીતસિંગ મોહનસિંગ શીખ દહેજના લખીગામ ખાતે આવેલી બિરલા કોપર કંપનીમાં એડ્રોઇટ એન્જિયરિંગ નામનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. જેમાં 90થી વધુ લોકો કામ કરે છે. ગત 28મીએ તેઓ તેમના ઘરે હતાં તે વેળાં તેમનો બિરલા કંપનીના સિક્યુરિટી આસિસ્ટન્ટ ઓફિસરે ફોન કરી જણાવ્યું હતું કે, તેમના કોન્ટ્રાક્ટના ત્રણ કર્મીઓ ચોરીના સામાન સાથે ઝડપાયાં છે.
જેમાં શંકરદાસ દર્શનસિંગ તેેમજ સુખબીરસિંગ અવતારસિંગ એક બાઇક પર શંકાસ્પદ રીતે ભાગતાં હોઇ તેમનો પિછો કરતાં તેમની પાસેની બેગરમાંથી કોપરની કુલ 40 કિલોની બે બાર મળી આવતી હતી. જ્યારે ગેટ નંબર 5 પાસેેથી સુખમનસિંગ સંતોકસિંગ પણ કોપરના જથ્થા સાથે ઝડપાયો છે. જેથી તેઓએ તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપીઓ પાસેથી કુલ 16 હજારની કોપર પ્લેટ, એક બાઇક તેમજ ત્રણ મોબાઇલ મળી તેમની પાસેથી કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી દહેજ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.