• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Three Panel Battle For The Post Of Mahila Sarpanch In Nandelav Village Of Bharuch, A Real Battle Between Two BJP inspired Panels

સરપંચનો સંગ્રામ:ભરૂચના નંદેલાવ ગામમાં મહિલા સરપંચ પદ માટે ત્રણ પેનલ મેદાને, ભાજપ પ્રેરિત બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ટર્મના સરપંચ અને ઉપસરપંચે તેમની પત્નીઓને કેસરિયા તેમજ ભગવા પેનલ બનાવી ચૂંટણીમાં ઉતારી
  • રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓના વિકાસ કામોનો રકાસ જોવા મળતો હોવાનો મતદારોનો મત

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ હાલ પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યું છે. પ્રશાસન પણ ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા કામગીરીમાં જોતરાયેલું છે. ત્યારે ગ્રામજનોના મત જીતવા સરપંચ અને સભ્યના ઉમેદવારો વિકાસના વાયદાઓ હાલ કરી રહ્યાં છે. શહેરને નજીક આવેલા નંદેલાવ ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેમાં મહિલા સરપંચ માટે ભાજપ પ્રેરિત બે પેનલ વચ્ચે ટક્કર થશે. આ ઉપરાંત બે અન્ય મહિલાઓ પણ મેદાનમાં છે.

ગામમાં મુસ્લિમની વસતી વધુ
શહેરને અડીને આવેલું નંદેલાવ ગામને ભાજપનો ગઢ જ માનવવામાં આવે છે. અહીં ગત ટર્મમાં પણ ભાજપ પ્રેરિત સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની ટીમ ચૂંટાઈ આવી હતી. ગામમાં ખાસ કરી મુસ્લિમની વસતી વધુ જોવા મળે છે જ્યારે પંચાયતમાં આવેલી 37 સોસાયટીઓમાં બહુધા હિન્દૂ વસ્તી વસે છે.

સભ્યો માટે 49 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું
જાતિ અને જ્ઞાતિના સમીકરણો જોઈએ તો અહીં તમામની મિલીજુલી અંદાજે 25000ની વસતી છે. 19 ડિસેમ્બરે સરપંચ અને 16 સભ્યોની યોજાનારી ચૂંટણીમાં મહિલા સરપંચ બેઠક માટે 4 ઉમેદવારો અને સભ્યો માટે 49 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું છે.

ત્રણ પેનલો મેદાને ઉતરી છે ત્યારે ભાજપ પ્રેરિત બે પેનલ કેસરિયા અને ભગવા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. સરપંચની મહિલા બેઠક હોવાથી ગત ટર્મના સરપંચ અને ઉપ સરપંચે જ પોતાની પત્નીઓને ચૂંટણી જંગમાં ઉતારી છે.

પ્રાથમિક સુવિધાના અભાવને લઈ ગ્રામજનોમાં રોષ
સરપંચ પદ માટે સુપ્રિયા કમલેશ પરમાર, ઇલા પ્રફુલભાઈ પટેલ, નિમિષા અતુલભાઈ પટેલ અને લક્ષ્મી રતિલાલ ચૌહાણ અને તેમની પેનલો ગામમાં તમામ વોર્ડમાં ફરી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ગ્રામજન ગામમાં પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, સ્ટ્રીટલાઈટ, વરસાદી પાણીના નિકલનો અભાવ અને ડોર ટુ ડોર કચરા માટે વ્યવસ્થા નહિ હોવાનો રોષ વ્યકત કરી રહ્યાં છે.

ગામમાં 11,190 મતદારો
ઉમેદવારો વિકાસના બાકી રહી ગયેલા કામો અને નવા કામો પુરા કરવાની ખાતરી આપી મત મેળવવા ગ્રામ્ય મતદારોને રિઝવી રહ્યાં છે. હવે ભાજપ પ્રેરિત બે પેનલ સહિત અન્યમાંથી 11190 મતદારો કોના ઉપર પસંદગી ઉતારી પોતાનો મત આપી ચૂંટી લાવે છે તે 21 ડિસેમ્બરે જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...