કાર્યવાહી:ચાઇનીઝ દોરી વેચતા વધુ ત્રણ વેપારીઓની ધરપકડ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસઓજી-સ્થાનિક પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરાયું

ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝૂબેશ શરૂ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર્વમાં કેટલાંક લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોઇ તેના કારણે માનવજીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેના પગલે ભરૂચ પોલીસ દ્વારા ખાસ ઝૂંબેેશ શરૂ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે.

જેના ભાગરૂપે ભરૂચ એસઓજી તેમજ સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતાં શહેરના કલામંદિર જ્વેલર્સ પાસે ફુટપાથ પર ચાઇનીઝ દોરી વેચતાં ફુરકાન હાજી મહેબુબ શેખ (રહેે. લીમડીચોક)ને ઝડપી પાડ્યો હતો. ટીમે તેની પાસેથી ચાઇનીઝ દોરીની 3 બોબીન જપ્ત કરી હતી.

ઉપરાંત શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા ખાતે રહેતો સ્નેહદિપ ઉર્ફે ભોલો પટે તેના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતો હોઇ તેને પણ 4200ની મત્તાના 7 ચરખા ઝડપી પાડ્યો હતો. જ્યારે કસક ગુરૂદ્વારા પાસે ઝૂપડપટ્ટી પાસે રહેતા પપ્પુ પ્રવિણ વસાવા પાસેથી 6 હજારની મત્તાની ચાઇનીઝ દોરીની 24 બોબીન મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...