વાલિયા તાલુકામાં આવેલાં દાજીપરા ગામે દેવળ ફળિયામાં રહેતાં નરેન્દ્ર ઉર્ફે નરેશ બચુ વસાવાના મોટાભાઇ ભવનના લગ્ન સુરજબેન સાથે થયાં હતાં. અને તેઓ ગામમાં જ અલગ રહેતાં હતાં. અરસામાં તેમના મોટા ભાઇનું છએક મહિના પહેલાં મૃત્યુ થયું હતું. જેથી તેમની ભાભી તેમના સંતાનો સાથે એકલી રહેતી હોઇ નરેન્દ્ર અવારનવાર નવી વસાહત ફળિયામાં તેમના ઘરે તેમના ખબર અંતર પુછવા જતો હતો તે જ રીતે તે ગત બુધવારે તેમના ભાભીને ત્યાં ગયાં હતાં.
જયાંથી તેઓ પરત તેમના ઘરે જઇ રહ્યાં હતાં. તે વેળાં તેમના ગામના નદી કિનારે ગામના જ ભુપેન્દ્ર કાલીદાસ વસાવા, હરેશ કાલીદાસ બળદેવ હરેશ વસાવાએ તેમને રસ્તામાં અટકાવ્યાં હતાં. તેમજ ભુપેન્દ્રએ તેને કહેવા લાગ્યો હતો કે, તું મારા ઘરે કેમ આવે છે અને મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે.
જેથી તેણે જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે કોઇ સંબંધ નથી કે આડો સંબંધ નથી. જેથી ભુપેન્દ્રએ તેને અપશબ્દો ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો. જેના પગલે ભુપેન્દ્ર વસાવા અને તેના સાગરિતો હરેશ તથા બળદેવ સાથે મળી તેના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ દવાખાને ખસેડાયો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.