ધરપકડ:ભરૂચની દુકાનમાં ચોરી કરનારા ચિકલીગર ગેંગના ત્રણ ઝડપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીના આધારે તસ્કરોના પગેરું મળ્યું

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી જલારામ ટ્રેડર્સ નામની દુકાનનું શટર ઉંચુ કરી અંદરથી રોકડા રૂપિયા તેમજ પ્લમ્બિંગનો સામાન મળી કુલ 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં કુંતલ એપાર્ટમેન્ટમાંની જલારામ ટ્રેડર્સ નામની દુકાનનું શટર ઉંચું કરી તસ્કરોએ અંદરથી રોકડા રૂપિયા તેમજ પ્લમ્બિંગનો સામાન ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું.

ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ટીમે આસપાસના વિસ્તારના સીસીટીવીના ફૂટેજ તપાસતાં એક રિક્ષા તેમજ ત્રણ ચિકલીગરોની તસ્કરીમાં સંડોવણી હોવાનું માલુમ પડતાં ટીમે ત્રણેયને શોધવાની કવાયત હાથ ધરતાં કાલીયાસિંગ ઉર્ફે ચંદાસિંગ ધનસિંગ બાવરી, કરનલસિંગ ઉર્ફે ચંદાસિંગ ધનસિંગ બાવરી તેમજ હરજિતસિંગ ઉર્ફે હારજીત હરબતસિંગ ટાંક નામના ચિકલીગર ગેંગના ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો સામાન તેમજ રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...