દારૂની હેરાફેરી:ભરૂચમાં બે અલગ-અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 218 બોટલ સહિત કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના દાંડિયાબજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર અભિષેક ભરત કહાર દાંડિયાબજાર શાક માર્કેટના પાછળના ભારે ખાંચામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 188 નંગ બોટલ મળી કુલ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઈસમ મોપેડ પર વિદેશી દારૂ લઇ ફુરજાથી બરકતવાડ તરફ જવાના છે જેવી બાતમીના આધારે પોલીસે બરકતવાળ પીપરી ગલી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળા શખ્સો આવતા પોલીસે તેઓને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની 38 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 18 હજારનો દારૂ અને 50 હજારની મોપેડ તેમજ ફોન મળી કુલ 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ફુરજા રોડ નાળેયેરી બજારમાં રહેતો બુટલેગર મોહંમદ સિદ્દીક ગુલામ કસમ શેખ અને મોહંમદ સાહિલ ગુલામ અહેમદ પટેલ શેખને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...