તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંક્લેશ્વર મર્ડર મિસ્ટ્રી:હત્યા કર્યા બાદ હાથ-પગ, માથુ-ધડના કટકા કર્યા, ત્રણ બેગમાં ભરી રીક્ષામાં ફર્યા, મહિલા સહિત ત્રણ બાંગ્લાદેશી ઝડપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • મૃતક અન્ય બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાવાની ધમકી આપી પૈસા પડાવતો

અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 ટ્રાવેલ બેગમાં હત્યા બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ 2 દિવસ પેહલા મળી આવવાના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ LCB ને મોટી સફળતા મળી છે. પોલીસે બાંગ્લાદેશીની હત્યા મામલે ત્રણ બાંગ્લાદેશી સહિત ચારની ધરપકડ કરી છે. સમગ્ર હત્યાકાંડ પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરી અને તેના પાછળ વારંવાર બાંગ્લાદેશી દ્વારા જ થતું બ્લેકમેઇલિંગનું કારણ સામે આવ્યું છે.

મૃતક દ્વારા કરાતું બ્લેકમેઈલીંગ બન્યું હત્યાનું કારણ
ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ભારત ખાતે પકડી તેઓને પરત બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવે છે. બાંગ્લાદેશી હત્યારા લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા ઉ.વ. 37, મુફીસ મોહંમદ મુલ્લા ઉ.વ. 34, અજોમ સમસુ શેખ ઉ.વ. 55 ત્રણેય જણા લાંબા સમયથી ગુજરાતના અમદાવાદ , સુરત , ભરૂચ , અંકલેશ્વર જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા. મૃતક અકબર મુળ બાંગ્લાદેશથી હતો જે અમદાવાદ ચંડોળા તળાવ , ઇશનપુર ખાતે રહેતો હતો અને આ ગુનાના આરોપીઓને વારંવાર ધમકીઓ આપતો હતો કે , તમોને હુ પોલીસમાં પકડાવી ડિપોર્ટ કરાવી દઇશ. જો આમ ન થવા દેવુ હોય તો રૂપીયા આપવા પડશે.

આરોપી મહિલાએ મૃતકને પોતાના ઘર પર બોલાવી હત્યાને અંજામ આપ્યો
કાયમી થતી હેરાનગતીથી કંટાળી ત્રણેય બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ડ્રાઇવર નૌસાદ ઇદ્રીશ ખાન ઉ.વ .49 હાલ રહે.અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી મુળ રહે. જમુઆ, બલીયા U.P સાથે કાવતરૂ રચી આયોજન મુજબ આરોપીઓએ બ્લેકમેલર અકબરને અંકલેશ્વર લેસીનાના ઘરે બોલાવી ઉંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી.બેહોશ કરી આયોજન મુજબ આરોપીઓ દ્રારા ઓશીકા વડે મૃતકનું મોઢું દબાવી હત્યા નિપજાવી હતી.

હત્યા કર્યા બાદ લાશના ટુકડાઓ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
આરોપીઓએ અકબરની હત્યા નિપજાવ્યા બાદ તીક્ષણ હથિયાર વડે લાશના ટુકડા કરી નાખ્યા હતા. પોલીથીનની બેગમાં ટુકડાઓ ભરી રિક્ષા મારફત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા.

આરોપીઓ દ્રારા હત્યામાં વાપરવામાં આવેલા તિક્ષ્ણ હથીયાર અને બીજા પુરાવા તેમજ કાપી નખાયેલું માથું મેળવવા પોલીસ તપાસ ચલાવી રહી છે. સાથે જ અન્ય ગેરકાયદે વસવાટ કરતા પકડાયેલા 3 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...