તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયકિંગ:1300 KMનું નદીમાં બોટ મારફતે 35 દિવસમાં અંતર કાપી ત્રણ સાહસિકો ભરૂચ આવ્યા

ભરૂચ11 દિવસ પહેલા
 • નર્મદા ઉદગમ સ્થળ અમરકંટકથી ભાડભુત અંત સુધી દેશમાં પ્રથમવાર સોર્સ ટુ સી કાયકિંગ
 • અમરકંટકથી નીકળેલ સોર્સ ટુ સી કાયકિંગ નિલકઠેશ્વર નર્મદા કિનારે આવી પહોંચ્યા

સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કૂલ ઓફ ભરૂચ દ્વારા ભારતદેશમાં સૌ પ્રથમવાર વડોદરાના કાયકર નિષ્ણાંત દેવાંગ ખારોડની રાહબરી હેઠળ ઉદગમથી અંત સોર્સ ટુ સી કાયર્કિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વશાંતિ તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર-પ્રસાર

જે અંતર્ગત 3 સાહસિકોએ માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકથી દરીયામાં વિલય સ્થળ દહેજ સુધી આશરે 13OO કિ.મી.નું અંતર 35 દિવસમાં કાયકિંગ દ્વારા કાપવા આવ્યું હતું. અમરકંટકથી માં નર્મદા નદીના જળમાં રહેલા કાળમીઠ પત્થરો, ખડકો, કોતરો અને ખુંખાર મગરોનું સાનિધ્ય માણતાં 20 ફેબ્રુઆરીથી નર્મદા - મૈયાનો ખોળો ખુંદવા 3 સાહસવીરોની ટીમે પ્રયાણ શરૂ કર્યું હતું. આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વશાંતિ અને ભાઇચારો તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો.

ત્રણ સાહસિકોનું સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદાર સંજય તલાટી, ગૌતમ મહેતા સાથે ઉપસ્થિત રહી સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટ સ્કૂલ ઓફ ભરૂચના મંત્રી જીતેન્દ્ર પટેલ ટીમના એક સભ્ય તરીકે અભિયાનમાં જોડાઇને તેમના પરિવાર સાથે સમગ્ર ભરૂચને ગૌરાન્વિત કરેલ છે. શનિવારે ઝાડેશ્વર નિલકઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા કિનારે આવી પહોંચતા ત્રણ સાહસિકોનું સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સાહસિકો નદીમાં કાયકિંગ કરતા ભાડભૂત નર્મદા નદી જ્યાં દરિયાને મળે છે. ત્યાં સંગમ સ્થળે પહોંચી પોતાની યાત્રા પૂર્ણ કરશે.

નર્મદા નદીની પરિક્રમા બોટ મારફતે પણ થઈ શકે તે સ્થાપિત કર્યું

ભારતમાં પહેલીવાર નર્મદા નદીમાં વ્યક્તિગત બોટ મારફતે કાયકિંગ કરી ઉદગમ સ્થાન અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળની આ યાત્રા થકી 3 સાહસિકોએ સાબિત કર્યું છે કે, વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની થતી પરિક્રમા બોટ મારફતે પણ વ્યક્તિગત રીતે કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો