ભરૂચ તાલુકાના કરમાલી ગામે રહેતી સોનલ વિજય રબારીને છેલ્લાં 6 મહિનાથી તેમના ફળિયામાં જ રહેતાં વિજય જેસંગ રબારી, નૈમિત પુજા રબારી તેમજ હરેશ નાગજી રબારી બદદાનત રાખવા સાથે વારાફરતી પોતાની સાથે લગ્નેતર સંબંધ રાખવા ધમકી આપવા સાથે સમાજમાં ફેલાવી તેને બદનામ કરીશું તેવી પણ ધમકી આપતાં હતાં. દરમિયાનમાં સોનલના પતિ અને દિયરોએ નૈમિતના પિતાને જાણ કરતાં તેમને તે બાબતે ઠપકો આપવા જતાં હરેશ નાગજી રબારી, નૈમિત પુજા રબારી, પુજા રબારી, દેવુબેન તમજ વિજય જેસંગ રબારીએ તેમને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સોનલે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનામાં વિજય જેસંગ દેસાઇ (રબારી) એ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેમજ વિજય, મહેશ દિનેશ તથા કરસન મેહૂલના ત્યાં હતાં. તે વેળાં વિજય કરશન રબારી તેમજ તેના ભાઇ મહેશે ત્યાં પહોંચી તુ મારી પત્નીને ખોટી દાનતથી જોયા કરે છે તેમજ આડા સંબંધ રાખવા દબાણ કરે છે તેમ કહીં ઝઘડો કર્યો હતો. વિજય રબારી તેમજ તેના ભાઇ મહેશ, મેહૂલ તથા પિતા કરશન અને જશી કરસણ રબારીએ તેમના પર હૂમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.