કાર્યવાહી:વકફના મકાનની ડિપોઝીટ ચાંઉ કરી ફસાવી દેવાની ધમકી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના શેરપુરા ગામે બનેલી ઘટના
  • એ ડિવિઝન પોલીસમાં બે સામે ફરિયાદ નોંધાઇ

ભરૂચના શેરપુરા ગામે વકફ બોર્ડના મસ્જીદ મદ્રેસાની મિલકતોના ડિપોઝીટ પુર્વ ટ્ર્સ્ટીએ જમા કરાવ્યાં ન હતાં. નવા વહિવટદારોएએ તે રૂપિયાની માંગણી કરતાં પુર્વટ્રસ્ટી તેમજ તેના પુત્રએ તેમને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. શેરપુરા ગામે રહેતો મહંમદ જુબેર વલી મહંમદ પટેલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, હાલમાં તે મદ્રેસા અહમદીયામાં ભાડું ઉઘરાવવાનું તેમજ દેેખરેખ રાખવાની સેવા આપે છે. મદ્રેસાના નવા ટ્રસ્ટના વહિવટદાર તરીકે રફિક ઉમર ચૌહાણ તેમજ મદદનીશ તરીકે ઇમરાન ભોલાની ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નિમણૂંક કરાઇ ઇહતી.

જૂના ટ્રસ્ટી ઐયુબ આદમ બાપુએ સંસ્થાના મકાનોના ભાડૂઆતો પાસેથી ડિપોઝીટ પેટે લીધેલાં રૂપિયા નવા વહિવટદારોને પરત આપ્યાં ન હતાં. ભાડૂઆતે મકાન ખાલી કરતાં તેમની ડિપોઝીટ પરત આપવાની હોઇ સંસ્થાના રૂપિયા માંગતાં તેમણે તે આપ્યાં ન હતાં. ઉપરાંત મદ્રેસામાં આવી ઐયુબ તેમજ તેના પુત્ર સઇદ ઐયુબ આદમે મૌલાના ફેજુર રહેમાનને ધમકાવી રૂપિયા માંગશો તો જાનથી મારી નાંખવાની તેમખ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...