'વેલકમ કોરોના' પાર્ટી:વાલિયાના સોડગામ ખાતે લગ્નની ડી.જે.પાર્ટીમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા, હજારો યુવાનોએ ભેગા થઇ ઠુમકા લગાવ્યા

ભરૂચ14 દિવસ પહેલા
  • કોરોના ગાઈડ લાઇનના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થયો
  • જિલ્લામાં ગઈકાલે 39 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા

વાલિયા તાલુકાનાં સોડગામ ખાતે લગ્નની ડી.જે.પાર્ટીમાં હજારોની સંખ્યામાં યુવાનોએ ભેગા થઇ ડી.જે.ના તાલે ઠુમકા લગાવ્યા હોવાના વીડિયો વાયરલ થયા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. તેવા સમયે પણ લોકો લાપરવાહ બન્યા છે. જિલ્લામાં ગઈકાલે બુધવારે 39 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ત્યારે વાલિયા તાલુકાના સોડગામમાં યુવાનના લગ્ન હોવાથી પ્રખ્યાત બેન્ડ આવતાં હજારોની સંખ્યામાં યુવાનો અને આમંત્રિતો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. તેમજ બેન્ડના તાલે યુવાનોએ ઠુમકા લગાવ્યા હોવાના વીડિયો વાયરલ થયા છે.

ત્યારે આ ડીજે પાર્ટીમાં યુવાનો કોરોના ગાઈડલાઇનના લીરેલીરા ઉડાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે કોરોના મહામારી વચ્ચે સામાજિક અને લગ્ન પ્રસંગમાં ભેગી થતી ભીડ સામે પણ કડક રાહે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...