તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં બીટીપી-AIMIM અને કોંગ્રેસ દ્વારા આંતરિક વિવાદ ટાળવા છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ન હતી. જોકે, નક્કી કરાયેલાં ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવાતાં આજે ચૂંટણીના ફોર્મ ભરવાની કચેરીઓમાં ઉમેદવારોનો રાફડો ફાટી નિકળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતના 359 ફોર્મ ઉપડ્યાં હતાં અને 99 ફોર્મ ભરાયાં હતાં. જ્યારે 9 તાલુકા પંચાયતોમાં 1473 ફોર્મના ઉપાડ સામે 445 ફોર્મ ભરાયાં હતાં. અને 4 નગરપાલિકાઓમાં 1168 ફોર્મ ઉપડ્યાં હતાં. જેની સામે 209 ફોર્મ ભરાયાં હતાં.
ભરૂચની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસાકસી ભરી છે. ભાજપ જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની તમામ બેઠકો માટેના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે કોંગ્રેસના નામોને લઇને રાજકિય આતુરતા જણાઇ રહી હતી. જોકે, શુક્રવારે રાત્રે પણ કોંગ્રેસે તેમના ઉમેદાવારોના નામોની જાહેરાત કરી ન હતી. બીજી તરફ ઓવૈસીની AIMIM સાથે બીટીપીએ ગઠબંધન કરતાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર મળે તેવો હાઉ ઉભો થયો છે. છતાં બીટીપી દ્વારા પણ તેમના કોઇ જ ઉમેદવારોના નામોની જાહેરાત કરી ન હતી.
જોકે, આજે શુક્રવારે સવારથી જ ચૂંટણી અધિકારીઓની કચેરીએ ભાજપ સહિત કોંગ્રેસ તેમજ બીટીપી-AIMIM ના ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યાં હતાં. જિલ્લામાં આજે ભરૂચ જિલ્લા પંચાયતના 359 ફોર્મ ઉપડ્યાં હતાં અને 99 ફોર્મ ભરાયાં હતાં. જ્યારે 9 તાલુકા પંચાયતોમાં 1473 ફોર્મના ઉપાડ સામે 445 ફોર્મ ભરાયાં હતાં.
ટિકિટ કપાતાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ભરૂચ નગરપાલિકામાં ભાજપમાંથી કપાયેલાં સભ્યોએ અપક્ષમાંથી ઉમેદાવારી નોંધાવી હતી. જેમાં વોર્ડ નંબર 9ના ભાજપના સતિષ મિસ્ત્રીએ ફોર્મ ભર્યું હતું. ભાજપમાં જોડાવા પહેલાં તેઓ બે ટર્મથી અપક્ષમાં વિજેતા થયાં હતાં. જેથી આ વખતે પણ તેઓ અપક્ષમાંથી પોતાની સીટ પર વિજેતા બનશે તેવો આશાવાદ દર્શાવ્યો છે.
ભાજપ શહેર પ્રમુખ પદેથી ધનજી ગોહિલે રાજીનામું આપ્યું ધારાસભ્ય દુષ્યંત પટેલની ગુડબુકમાં નામ ધરાવનારા ધનજી ગોહિલને સવા વર્ષ પહેલાં જ ભાજપ શહેર પ્રમુખનો તાજ મળ્યો હતો. દરમિયાનમાં આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નવા નિયમો બાદ તેમને હવે ભરૂચ નગરપાલિકા માટે તેમની પસંદગી ઉતારવામાં આવી છે. નોંધનિય છે કે, ભરૂચ નગરપાલિકામાં આ વખતે એસસી સીટ અનામત હોઇ અમિત ચાવડા અને ધનજી ગોહિલનું નામ પ્રમુખ પદ માટે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે તેમણે એક સભ્ય એક પદ નિયમ હેઠળ શહેર પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે.
મનહર પરમાર નગરપાલિકાના દરેક વોર્ડમાં પોતાની અપક્ષ પેેનલ ઉતારશે અપક્ષમાંથી ગત ટર્મમાં ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયેલાં મનહર પરમારનું નામ આ વખતે ભાજપમાંથી કપાયું છે. ત્યારે ભાજપ સામે તેમણે બાંયો ચઢાવી તમામ વોર્ડમાં પોતાની પેનલો ઉતારવાની કવાયત શરૂ કરી દીધી છે. તેમની પેનલોમાં ભાજપના નિયમોથી દુભાયેલાઓને આવરી લેવામાં આવશે. અને ભાજપ સામે જ ટક્કર આપવાની તૈયારીઓ મનહર પરમારે કરી છે.
વાલ્મિકી સમાજના આગેવાનોની અવગણ થતા કાર્યકરોમાં વિરોધ ભરૂચમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલાં વાલ્મિકી સમાજના આગેવાનોને ભાજપ દ્વારા ટિકિટ વહેચણી ન કરાઇ હોવાનો આક્ષેપ કિરણ સોલંકીએ કર્યાં છે. સમાજના આગેવાનો સાથે થઇ રહેલાં રાજકિય અાભડછેટની અસર ચૂંટણીમાં ભાજપને નડશે. તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્યના ચહિતાઓને જ ટિકિટમાં પ્રાથમિકતા અપાયાનો આક્ષેપ કર્યો છે.
પાલિકામાં 1168 ઉપડ્યાં 209 ફોર્મ ભરાયા
નગર | ફોર્મ | ફોર્મ |
પાલિકા | ઉપડ્યા | ભરાયા |
ભરૂચ | 226 | 50 |
અંકલેશ્વર | 352 | 55 |
જંબુસર | 421 | 52 |
આમોદ | 169 | 52 |
કુલ | 1168 | 209 |
શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લાે દિવસ હોવાથી ઉમેદવારી પત્ર ભરવા માટે કોંગ્રેસ, બીટીપી સહતિના રાજકીય પક્ષોેના ઉમેદવારોની ભીડ જામશે.
ભાજપમાં મોદી સમાજનું વર્ચસ્વ ઘટ્યું
અંકલેશ્વરમાં ભાજપ માંથી મોદી સમાજનું પ્રતિનિધિત્વ ઘટતા સમાજ નારાજગીની પત્રિકા વહેતી થઇ હતી. જેમાં એક તબક્કે ભાજપ માં 15 સભ્યો મોદી સમાજ ના અને હવે માત્ર 3 સભ્યો ને ટિકિટ આપતા સમાજ પ્રત્યે અવહેલના થઇ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.