તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દહેજમાં ધરણા કરનારા 31 લોકોે સબજેલમાં ધકેલાયાં

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુપીએલ-12 કંપની સામે આંદોલન કર્યું હતું

દહેજની યુપીએલ-12 કંપની સામે પણિયાદરા અને પાદરિયા ગામના લોકોએ આંદોલન કર્યું હતું. જેમાં 31 લોકોને પથ્થરમારા કેસમાં સબજેલમાં ધકેલી દેવાયાં હતાં. જ્યારે અન્ય 30 જણાને કોવિડ-19ના જાહેરનામાના ભંગના કેસમાં જામીન પર મુક્ત કર્યાં હતાં.વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામના 400થી વધુ લોકોએ યુપીએલ કંપની સામે ગઇકાલે આંદોલન કર્યું હતું. જેમાં પોલીસ પર પથ્થર મારો થતાં પોલીસે 31 લોકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે અન્ય 30 જણાને કોવિડ - 19ના જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઇ હતી. તમામ ઝડપાયેલાં ગ્રામજનોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. જે બાદ જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયેલાં 30 લોકોને જામીન પર મુક્ત કરાયાં હતાં. જ્યારે પોલીસ પર પથ્થરમારામાં ઝડપાયેલાં 31 જણાને કોર્ટના હૂકમથી સબજેલમાં ધકેલી દેવામાં આવયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો