તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત થયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે - ડો.અભિનવ શર્મા

સમગ્ર દેશ સહિત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ રહી છે. અને સંક્રમણ દિનપ્રતિદિન બે કાબુ થઈ રહ્યું છે. તો બીજી તરફ કોરોના મોતનું તાંડવ પણ કરી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત નિપજ્યા છે.

અંતિમ ક્રિયામાં પુન:એકવાર વધારો જોવા મળી રહ્યો છે

આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. જો કે તેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે. તો બીજી તરફ ભરૂચમાં સ્પેશ્યલ કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર સ્મશાનમાં પણ કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ ક્રિયામાં પુન:એકવાર વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ મૃત્યુઆંક ઘટ્યા બાદ ફરીથી મૃત્યુઆંકમાં વધારો થયો છે. જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...