તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિગ્રી વગરના ડોક્ટર:આ 14 બોગસ તબિબો તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા, પોલીસે અંક્લેશ્વર-દહેજમાંથી પકડ્યા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિગ્રી વગર દવાખાના ચલાવતા 14 નકલી ડોકટરોની ધરપકડ કરાઈ - Divya Bhaskar
ડિગ્રી વગર દવાખાના ચલાવતા 14 નકલી ડોકટરોની ધરપકડ કરાઈ
  • વતનમાં કમ્પાઉન્ડર તરીકે રહેલા ઝોલછાપોએ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં દવાખાનાઓની હાટડીઓ ખોલી
  • ડિગ્રી વગરના તબીબો પરપ્રાંતીય શ્રમિકો, ગરીબોને ટાર્ગેટ બનાવી ધીકતો ધંધો ચલાવતા હતા
  • દવા અને ઇન્જેક્શન સાથે રુ. 2.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ જિલ્લામાં કોરોનાકાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના 14 પરપ્રાંતિયો બોગસ તબીબોની હાટડીઓ ઉપર છાપા મારી પોલીસે રુપિયા 2.08 લાખની દવાઓ અને ઇન્જેક્શન સહિતના મેડિકલ સાધનો સાથે ઝડપી લીધા છે.

જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા 14 નકલી ડોકટરોની ધરપકડ કરાઈ છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયમાં લોકોની નકલી ડોકટરો પાસેની સારવાર તેઓના સ્વાથ્યને જોખમમાં મુકે છે તેમજ કોરોના સંક્રમણ જેવા કિસ્સામાં ક્યારેક મૃત્યુ નીપજાવે છે.

રુપિયા 2.08 લાખની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો
રુપિયા 2.08 લાખની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ડિગ્રી કે, સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર મેડીકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરોને શોધી કાઢવા પોલોસે ડ્રાઈવ ચલાવી હતી. જેમાં પરપ્રાંતીય વસ્તી ધરાવતા GIDC વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દવાખાના ખોલી ગેરકાયદેસર મેડીકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરોને ત્યા અલગ અલગ ટીમો બનાવી રેડ કરતા એક મહિલા સહિત પશ્ચિમ બંગાળના 14 બોગસ ડોકટરોને એલોપેથિક દવાઓ અને મેડીકલ સાધનો તથા વિવિધ ઈજેકશનના કુલ રુપિયા 2.08 લાખના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

બોગસ તબીબો મુન્નાભાઈઓને ઝબ્બે કરવાની પોલીસની ઝુંબેશમાં દહેજમાંથી છ, અંકલેશ્વર શહેરમાં ત્રણ, ગ્રામ્યમાં ચાક અને એક ઉમલ્લામાં દવાખાનું ખોલી પરપ્રાંતિયો, શ્રમિકો, ગરીબ અને આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખીલવાડ કરી પોતાની હાટડીઓ ધમધમાવતા હતા. તમામ 14 નકલી તબીબો પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડર તરીકે જે તે દવાખાનામાં ફરજ બજાવતા હોવાથી દવાઓ અને પ્રાથમિક સારવારનું જ્ઞાન ધરાવતા હતા.

બોગસ તબીબનો વેપલો કરતા 14 મુન્નાભાઈઓ
1. બીટન બીપુલ પોદ્દાર (રહે.બી -2 , મીરાબીકા સોસાયટી, ભરૂચ)
2. રૂદ્રરાય નારાયણ રાય (રહે.અંબીકાનગર, ગડખોલ પાટીયા, અંકલેશ્વર)
3. સર્વેશ્વર રાધાક્રિષ્ણ તિવારી (રહે.અંબીકાનગર, ગડખોલ પાટીયા)
4. બ્રાતીશ બિપુલ પોદાર (રહે.જોલવાગામ, વાગરા)
5. અનિતાબેન સુમંતા બિધાન બિસ્વા (રહે.દહેજ વાડી ફળીયુ)
6. નમોરંજન સાઓ જતીંદ્રનાથ બિસ્વાસ (રહે.દહેજ વાડી ફળીયુ)
7. મધુમંગળ જયદેવ બિસ્વાસ (રહે.જાગેશ્વરગામ, તા.વાગરા)
8. બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ (રહે. જાગેશ્વર ગામ, વાગરા)
9. સુકુમાર સ્વપનકુમાર પાલ (રહે. લખીગામ, વાગરા)
10. સ્વપનકુમાર મનોરંજન મલ્લીક (રહે. શિવાંજલી સોસાયટી, જીતાલી)
11. નીવાસ રાધાકાંત બિસ્વાસ (રહે.રામનગર, બાકરોળ, તા.અંકલેશ્વર)
12. અનિમેષ અખીલ બિસ્વાસ (રહે.રાઠવા નગર, બાકરોળ, અંકલેશ્વર)
13. રાબીન જગદીશ રાય (રહે.સકાટા ચોકડી,પાનોલી જી.આઇ.ડી.સી.)
14. બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાસ (રહે.ઇંદોરગામ, ઝઘડીયા)

અન્ય સમાચારો પણ છે...