તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભીતિ:વોર્ડ 10ના વિસ્તારમાં ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ નગર પાલિકાના ફુરજા વિસ્તારમાં રોગચાળાની ભીતિ

ભરૂચ શહેરમાં ચોમાસામાં અથવા તો કોઈ કામગીરી દરમિયાન પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અમુક વિસ્તારોમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો મળતી હોય છે. ત્યારે શહેરના નગર પાલિકાના વોર્ડ નંબર-10માં આવેલા સૈયદવાડ,ફુરજા,ચાર રસ્તા,ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં પાલિકા દ્વારા આપવામાં આવતા પીવાની પાણીની લાઈનમાંથી દુષિત પાણી આવતું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા છે. આ પાણી ડોહળું, ફીણવાળું અને દુર્ગંધ મારતું પાણી મળતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

તેમજ આ વિસ્તારમાં કોલેરા જેવા પાણીજન્ય રોગ ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.આ વિસ્તારના લોકોએ પાલિકાની પાઈપલાઈનમાં આવતા દૂષિત પાણીને બંધ કરીને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે,જોકે હાલમાં વરસાદને કારણે દુષિત પાણી આવી શકે છે.શહેરમાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવા તંત્ર કાર્યશીલ છે. પરંતુ વોર્ડ નંબર-10 માં પાણીની લાઈનોમાં ભંગાણ છે. અથવા તો ક્યાંકને ક્યાંક પાણી અને ડ્રેનેજ લાઈન ભેગી થઈ ગઈ છે તે અંગે ટીમે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી છે.આ વિસ્તારની સમસ્યા સત્વરે સોલ્વ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...