હાલાકી:ભરૂચ જિલ્લામાં ઓક્સિજનની અછત નથી, પરંતુ ઓક્સિજન બોટલ અને મીટર મળતા નથી

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનની ખાલી બોટલની અછત વર્તાઈ રહી છે

ભરૂચ પંથકમાં કોરોનાનો જાણેકે જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય તેવી વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. આવી પરિસ્થિતિમાં ભરૂચ પંથકમાં ઓક્સિજન ગેસની અછત નથી. પરંતુ ગેસ સિલિડરની અછત છે. ટૂંકમાં એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે કુવામાં પાણી છે પરંતુ પાણી બહાર કાઢવાના સાધનોની જરૂર છે.

ભરૂચ પંથકમાં કોરોનાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારી આંકડા ગમે તેટલી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા બતાવે પરંતુ વાસ્તવમાં ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાઈ રહ્યાં છે. જેઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે હોમ કેવોરોન્ટાઇન છે. પરંતુ આ દર્દીઓ હજી તંત્રના કોરોના પોઝિટિવ દર્દીઓ તરીકે કોઇ કારણોસર નોંધાયા નથી. હવે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અને સગાસબંધીઓ પણ સારી રીતે સમજી ચુક્યા છે કે કોરોના પોઝિટિવ દર્દીઓની દેખરેખ માટે તેમનું ઓક્સિજન લેવલ સતત જોવું જરૂરી છે.

તેથી ભરૂચ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના રહીશો પણ હોમ કવોરન્ટાઇન થયેલ દર્દીનું ઓક્સિજન લેવલ તપાસતા રહે છે. સાથે બધા એ પણ જાણે છે કે ઓક્સિજન લેવલ ઘટે તે ખૂબ ખતરનાક બાબત છે. તેથીજ તેઓ ઘરમાંજ ઓક્સિજન બોટલ રાખવાનો પ્રયાસ કરે છે. બોટલ ઉપરાંત અન્ય સાધનો પણ રાખવાના તમામ પ્રયાસ લોકો કરી રહ્યાં છે. આજ કારણોસર આજની જિલ્લાની પરિસ્થિતિ જોતા જિલ્લામાં ઓછામાં ઓછા હજી 25 હજાર ઓક્સિજન બોટલ અને અન્ય સાધનોની જરૂર છે. જિલ્લામાં જીએનએફસી સહિતની કંપનીઓએ ખોટ સહન કરીને પણ ઓક્સિજન ઉત્પાદન વધાર્યું સાથે જ તંત્ર દ્વારા વેલ્ડીગ અને અન્ય ઉદ્યોગોમાં જતા ઓક્સિજનના જથ્થાને અટકાવવામાં આવ્યો છે.

આજ કારણોસર હાલ ભરૂચ જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો પૂરતો છે. પરંતુ ઓક્સિજનના બાટલા અને મીટરની તીવ્ર ખોટ છે. આ ખોટ કઈ રીતે દૂર થાય તે એક મોટી સમસ્યા છે. આતો એવી બાબત થઈ કે કુવામાં પાણી ભરપૂર છે પરંતુ તરસ્યા સુધી પાણી પહોંચાડવાના સાધનોની અછત છે. આ ઉપરાંત અનેક લોકો પોતાને ઘરે ઓક્સિજન સિલિન્ડર લઇ ગયા બાદ તેનો ઉપયોગ પતી ગયા બાદ તેને પરત કરવાની પણ તસ્દી નથી લેતા. જેથી પણ ઓક્સિજન બોટલની અછત વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...