ફરિયાદ:ખેતરના શેડમાં મૂકવામાં આવેલાં બે ટ્રેક્ટર, 1 ટ્રેલર-કલટીની ચોરી

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ઠિકરીયા ગામનો ખેડૂત તેના વતને ગયો હતો

ભરૂચના ઠિકરિયા ગામે મિત્રના ખેતરમાં કામ કરતાં ખેડૂતે તેમના બે ટ્રેક્ટર તેમજ એક ટ્રેલર અને કલટી ખેતર પાસે બનાવેલાં પતરાના શેડમાં મુક્યાં હતાં. દરમિયાનમાં તેઓ તેમના વતને જતાં કોઇ ગઠિયાઓએ તેમના બન્ને ટ્રેક્ટર તેમજ ટ્રેલર અને કલટી મળી કુલ 2.54 લાખના મુદ્દામાલની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં.

ભરૂચ તાલુકામાં આવેલાં ઠિકરીયા ગામે રહેતાં અને ભાવનગરના સાતપડાના વતની ઘનશ્યામ ખોડાભાઇ ડાભી ઠિકરિયા ગામે તેમના મિત્ર ભગવાન ઝીણાભાઇ મોણપરાની ખેતીની જમીનમાં ખેતીકામ કરે છે. ખેતીકામ માટે તઓ તેમના મિત્રા બે ટ્રેક્ટર તમજ ટ્રેલર અને કલટી નો ઉપયોગ કરે છે.

ઉપયોગ કર્યાં બાદ તેઓ ખેતરમાં બનાવેલાં પતરાના શેડમાં જ તે બન્ને ટ્રેક્ટરો અને અન્ય સામાન મુકતાં હતાં. દરમિયાનમાં ગત 30મીઅ રાત્રે તેમને અચાનક કોઇ કામ અર્થે ભાવનગર જવાનું થતાં તેઓએ રાત્રે 10 વાગ્યે ખેતરે જઇ તમામ સામાનની ચકાસણી કરી તેઓ ભાવનગર જતાં રહ્યાં હતાં.

દરમિયાનમાં કોઇ તસ્કર ટોળકીએ તેમના ખેતરમાંના શેડના દરવાજાનો લોક તોડી તેઓએ બન્ને ટ્રેક્ટર અને ટ્રેલર તેમજ કલટી મળી કુલ 2.54 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...