તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Theft Of Electrical Appliances From The Border Of Sajod Pardi Idrish Village Of Ankleshwar, Rs. Smugglers Abscond With More Than 2.47 Lakh Items

ચોરી:અંકલેશ્વરના સજોદ-પારડી ઇદ્રીશ ગામની સીમમાંથી વીજ ઉપકરણોની ચોરી, રૂ. 2.47 લાખથી વધુનો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના સજોદ-પારડી ઇદ્રીશ ગામની સીમમાંથી વીજ કંપનીની ઊભી કરાયેલા વીજ લાઇન પરથી વાયરોની મળી કુલ રૂપિયા 2.47 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર ગ્રામ્ય પેટા વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સજોદ ગામની સીમમાં નવી વીજ લાઇન ઊભી કરવામાં આવી છે. જે વીજ લાઇનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને 55 ગાળાના એલ્યુમિનિયમ કંડક્ટર 1900 મીટરના વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તાલુકાનાં પારડી ઇદ્રીશ ગામની સીમમાં નવી ઊભી કરવામાં આવેલી વીજ લાઇનને પણ નિશાન બનાવી હતી અને તસ્કરો 600 મીટર એલ્યુમિનિયમ કંડક્ટર મળી કુલ 2.47 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી તાલુકામાં ફરી વીજ ઉપકરણોની ચોરીના બનાવોમાં વધારો થયો છે ત્યારે પોલીસ વિભાગ વધુ પેટ્રોલીંગ સઘન બનાવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...