તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ફાઇનાન્સનો ધંધો કરતાં વેપારીના ઘરમાંથી રૂ. 6 લાખની મત્તાની ચોરી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભરૂચનું દંપતી પૂના ગયું અનેે ઘરમાં તસ્કરો ત્રાકટ્યાં
 • બારીનો કાચ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા

ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારની સોસાયટીમાં ફાઇનાન્સનો ધંધો કરતા વેપારી પૂના ખાતે રહેતા પુત્ર ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના ઘરની બારી કાચ તોડી અંદર ઘૂસ્યા હતા. ચોરો સોના-ચાંદીના ઘરેણા રૂા.5.58 લાખ રોકડા રૂા.50 હજાર મળી કુલ રૂા.6.08 લાખ મત્તાની ચોરી કરી ગય હતા.વેપારીએ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી વિશ્વમગ્રીન સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ છત્રસિંહ પ્રાંકડા ફાઇનાન્સનો વ્યવસાય કરે છે.

ગત 18 માર્ચના રોજ તેઓ પત્ની સાથે પૂના ખાતે રહેતા પોતાના પુત્રના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના મકાનના ઘરના પાછળની બારીના કાચ તોડી અંદર ઘૂસ્યા હતા. ઘરમાં અલગ અલગ કબાટમાં મૂકેલા રોકડ તથા સોના-ચાદીના દાગીની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા. તા.26 માર્ચે તેમના ઘરે સફાઇ કામ કરવા બાઇ જતા ઘરના પાછળની બારીના કાચ તૂટેલો હતો. ત્યારબાદમાં બાજુમાં રહેતા પાડોશીએ ઘર ખોલીને તપાસ કરતા સામાન વેર વિખેર પડ્યો હતો.

જેથી પ્રવિણસિંહ પ્રાંકડા તા. 29 માર્ચે સવારે પરત આવી ઘરમાં તપાસ કરતા રોકડા રૂા. 50 હજાર, સોનાની બુટ્ટી નંગ 5 રૂા. 92 હજાર સોનાના પેંડલ નંગ 4 રૂા.46 હજાર સોનાની વીટી નંગ 8 1.10 લાખ, સોનાના સેટ 92 હજાર, સોનાની શેર 46 હજાર, ચાંદીના સિક્કા બે કિલો રૂા. 1.28 લાખ અને ચાંદીના સાંકળા રૂા. 44 હજાર મળી કુલ 6.08 લાખની મત્તાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું ગયા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે પોલીસ ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો