બકરાચોરોનો આતંક:કોલવણા-મછાસરા ગામેથી એક રાતમાં 12 બકરાની ચોરી

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ પંથકના ગામોમાં બકરાચોરોનો આતંક

આમોદના કોલવણા અને મછાસરા ગામે રાત્રિના સમયે બકરા ચોર ટોળકી ત્રાટકી હતી. તસ્કરોએ કોલવણા ગામેથી 9 તેમજ મછાસરા ગામેથી 3 મળી કુલ 12 બકરાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. એક સામટા બકરાઓની ચોરી થઇ હોય ટોળકી કોઇ વાહન લઇને આવી હોવાનું જણાયું હતું. આમોદના કોલવણા ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં સઇદ મોહમદ અક્કુ પશુપાલન તેમજ મજુરી કરીને કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘર પાસે નજીકમાં જ તેમના અન્ય એક ઘરમાં તેમણે તેમની 5 બકરીઓ, 4 બકરા તેમજ 3 લવારા બાંધી રાખ્યાં હતાં.

દરમિયાનમાં રાત્રિના સમયે તસ્કર ટોળકીએ તેમના પશુઓના ઘરને મારેલું તાળું તોડી તેમાંથી 5 બકરી તેમજ 4 બકરા કોઇ વાહનમાં ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. તેમના પાડોશીએ તેમના પશુઓ ચોરાયા હોવાનું જણાવતાં તેમણે આસપાસમાં શોધખોળ કરતાં મછાસરા ગામે યુસુફ અહમદ પટેલના ઘરેથી 2 બકરી તેમજ દશરથ ભયજી રાઠોડના ઘરેથી એક બકરી ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...