તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પારખેત હુમલા પ્રકરણમાં ભોગ બનેલા યુવકે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિયરમાં રહેતી પત્નીને તેડવા ગયેલા યુવાન ઉપર હૂમલો થતાં ઈજાગ્રસ્ત થયો હતો.
  • ઘટનાને દબાવવા પ્રયાસ થયા હતાઃ હુમલાખોર ડે.સરપંચ સહિતના 12 વિરૂદ્ધ ગુનો

ભરૂચ તાલુકાના પારખેત ગામે બે ભાઇઓ પરના હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત ભાઇઓને ફરિયાદ નહીં કરવા રૂપિયા આપવાની કોશિષનો વીડિયો વાઇરલ થયો હતો. દરમિયાનમાં ઇજાગ્રસ્ત રમેશ મોતી સોલંકીએ આખરે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેની પત્ની ચાર-પાંચ વર્ષથી પિયરે રહેતી હોઇ તે તેને તેડવા સાસરીએ ગયો હતો. જ્યાં તેના સાસરિયાઓ સાથે વાતચીત ચાલી રહી હતી. તે વેળાં તેના સાળાએ ડે. સરપંચ ઇલ્યાસભાઇને બોલાવતાં તેઓ ત્યાં આવી તેની સાથે ઝઘડો કરી કાઢી મુકતાં રમેશ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહ્યો હતો.

તે વેળાં ઇલ્યાસે ત્યાં આવી બોલાચાલી કરતાં લોકો ભેગા થતાં ઇલ્યાસે તેમને જણાવ્યું હતું કે, રમેશે તેને માર માર્યો છે. જેના પગલે ઇલ્યાસના ભાઇ-પુત્ર સહિતના ટોળાએ તેને માર માર્યો હતો. બીજી રમેશનો ભાઇ જશવંત ત્યાં આવી પહોંચતાં તેને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા 108માં બેસાડતાં ત્યાં પણ તેમને માર માર્યો હતો. પાલેજ પોલીસે 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...